રાજકોટ: કાગવડ ખાતે ખોડલધામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવને 6 વર્ષ પૂરા થઈ ગયા અને સાતમાં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. ત્યારે મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં આજે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ તથા રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ખોડલધામના નવા 51થી વધુ ટ્રસ્ટીઓની વરણી કરવામાં આવી છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને UPના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલનો પણ સમાવેશ થાય છે. આમ અનાર પટેલ હવે ખોડલધામના નવા ટ્રસ્ટી બની ગયા છે.
ADVERTISEMENT
CMએ મા ખોડલને ધજા ચડાવી
આજે ખોડલધામ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખોડલધામ પહોંચ્યા હતા. તેમણે માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને મા ખોડલને ધજા ચડાવી હતી. જ્યારે નરેશ પટેલ તથા અન્ય ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીને સુરતના હાર માળાથી આવકાર્યા હતા.
મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા
આ મહોત્સવમાં નિરમા ગ્રુપના કરશન પટેલ, કેડીલા ગ્રુપના માલિક બિપિન પટેલ, કાળુભાઈ ઝાલાવાડીયા સહિતના પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા. ખોડલધામ મંદિરના 7મા પાટોત્સવ પ્રસંદે મંદિરમાં રંગબેરંગી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો મા ખોડલના દર્શન કરવા માટે આવવાના હોઈ વ્યવસ્થાના ભાગ રૂપે 4000થી પણ વધુ સ્વયંસેવકો અને પોલીસ સ્ટાફ ખડેપગ રહેશે.
(વધુ વિગતો ઉમેરાઈ રહી છે…)
ADVERTISEMENT