ખેડાના કઠલાલ રોડ પર અજાણ્યા વાહને બાઇકને મારી ટક્કર, અકસ્માતમાં 2 બાઇક સવાર યુવકના ઘટનાસ્થળે મોત 

હેતાલી શાહ, નડિયાદ:  રાજ્યમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ દરમિયાન ખેડાના મહુધા કઠલાલ રોડ પર કોઇ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. જેમાં…

gujarattak
follow google news

હેતાલી શાહ, નડિયાદ:  રાજ્યમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ દરમિયાન ખેડાના મહુધા કઠલાલ રોડ પર કોઇ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. જેમાં બંને આશાસ્દ યુવકના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા  મોત થયા છે.  પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી મૃતક યુવકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.

ખેડાના કઠલાલ રોડ પર મહુધાના વડથલ કેનાલ પાસે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી.બાઇકમાં સવાર બંને યુવક બંનેને ગંભીર ઇજા થઇ હતી. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી,

બંને યુવકોના ઘટના સ્થળે જ મોત
અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઇકમાં સવાર બંને યુવકોને ગંભીર ઇજા પહોંચતાં બંને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
ખેડાના મહુધા કઠલાલ રોડ પર વડથલ નહેર પાસે અજાણ્યા વાહને મારી બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ઘટનાની જાણ થતા લોકોના ટોળા એકઠા થયા હતા. અને પોલીસને જાણ કરતા મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમા બાઈક સવાર બંને યુવકોનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી મૃતક યુવકોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.

    follow whatsapp