દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપે 156 બેઠકો જીતીને પ્રચંડ બહુમતથી સરકાર બનાવી લીધી છે. ત્યારે હવે કોંગ્રેસમાં વિપક્ષ નેતાના નામ પર ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. મીડિયા અહેવાલો પ્રમાણે હવે અહીં કોની નિમણૂક કરવી એ મુદ્દે મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે હવે આ મહામંથન પછી વિપક્ષ નેતાના નામ પર મહોર લાગી જશે એવા એંધાણ જણાઈ રહ્યા છે.
ADVERTISEMENT
કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ બેઠક…
મીડિયા રિપોર્ટ્સ આધારે કોંગ્રેસ અત્યારે વિપક્ષ નેતા અંગે ચર્ચાઓ કરી રહી છે. પાર્ટીમાં મહામંથન બાદ વિપક્ષ નેતાના નામ પર મહોર લાગી શકે છે. આ અંગે કોંગ્રેસ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતીપ્રમાણે અત્યારે હાઈકમાન્ડના નિરીક્ષકોની હાજરીમાં બેઠક પણ યોજાઈ શકે છે.
મીડિયા અહેવાલો પ્રમાણે આ બેઠક બાદ વિપક્ષના નેતાનું નામ સ્પષ્ટ થઈ શકે છે. આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વિપક્ષના નેતાને કઈ કઈ સુવિધાઓ મળે છે…
વેતન અને ભથ્થા કાયદો, 1979 પ્રમાણે વિરોધ પક્ષના નેતાની વાત કરીએ તો તેમને કેબિનેટ કક્ષાના મંત્રી સમાન હોદ્દો મળે છે. આની સાથે જ વિપક્ષના નેતાને ઘણી સુવિધાઓ પણ મળે છે. જેમકે તેમને કોઈ ધારાસભ્યને મળતી તમામ સુવિધાઓ તથા કેબિનેટ કક્ષાના મંત્રીની સમકક્ષ સુવિધાઓ મળે છે.
વિપક્ષના નેતાને રહેઠાણ મળે છે, અહીં શાનદાર બંગલો હોય છે. આની સાથે જ કેબિનેટ મંત્રીઓ જે યાત્રા ભથ્થું મળે છે તેની સાથે અન્ય યાત્રા સુવિધાઓ પણ મળે છે. આની સાથે વિધાનસભામાં ઓફિસ અને 19 વ્યક્તિઓનો સ્ટાફ પણ મળે છે.
ADVERTISEMENT