અમદાવાદ: મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને વધુ એક ફટકો પડ્યો છે. અમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ પ્રતિ લીટરે દૂધના ભાવમાં રૂ.3નો વધારો કર્યો છે. આ નવો ભાવવધારો આજથી જ લાગુ થઈ ગયો છે. ભાવ વધારા બાદ હવે અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે અમુલ તાજાની કિંમત રૂ.54 પ્રતિ લીટર થઈ ગઈ છે. આ ભાવ વધારો દિલ્હી, મુંબઈ, યુપી અને કોલકાતા ચાર જગ્યાએ જ થયો છે, એટલે ગુજરાતમાં તેની કોઈ અસર નહીં થાય.
ADVERTISEMENT
બફેલો અને કાઉ મિલ્ક પણ મોંઘું થયું
આ સાથે જ કંપની દ્વારા કરાયેલો આ ભાવ વધારો A2 બફેલો મિલ્ક પર પણ લાગુ કરવામાં આવ્યો છે. જે હવે રૂ.70 પ્રતિ લીટરે મળશે. જ્યારે અમુલ કાઉ મિલ્ક હવે 56 રૂપિયા પ્રતિ લીટરે મળશે. કંપની દ્વારા આ અંગે એક સ્ટેટમેન્ટ જારી કરવામાં આવ્યું છે જેમાં ભાવ વધારા અંગેની માહિતી આપવામાં આવેલી છે.
અગાઉ ઓક્ટોબર 2022માં રૂ.2નો ભાવ વધારો કર્યો હતો
નોંધનીય છે કે, આ પહેલા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) જે અમુલ બ્રાન્ડ હેઠળ ડેરી પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરે છે તેણે ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. તે સમયે અમુલ ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂ.2નો વધારો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT