હિરેન રવૈયા, અમરેલી: રાજ્યભરમાં લગ્નની સિઝન પૂરજોશમાં જોવા મળી રહી છે. આ દરમિયાન લોકોને જાગૃત કરવા માટે હવે કંકોત્રીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન હવે સાઇબર ક્રાઇમના ગુનાઓ ઘટાડવા અને લોકોને જાગૃત કરવા માટે અમરેલીના એક પોલીસકર્મીએ અનોખી પહેલ કરી છે. પોલીસકર્મીએ પોતાના લગ્નની અનોખી કંકોત્રી બનાવી છે. ડિજિટલ કંકોત્રીમાં સાયબર ક્રાઇમના અનેક સૂત્રો લખી લોકોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
અમરેલીના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી એ એક અનોખી પહેલ કરી છે. અમરેલીમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નયન સાવલિયાએ લોકોને જાગૃત કરવા લગ્નની કંકોત્રી તૈયાર કરી છે. સાયબર ક્રાઇમ વિશે લોકોને જાગૃત કરવા પોતાની લગ્ન કંકોત્રીના 27 પેજનું માધ્યમ બનાવ્યું. 27 પેજની કંકોત્રીમાં સાયબર ક્રાઇમના અનેક સૂત્રોથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
લોકોને ફ્રોડથી બચાવવાનો પ્રયાસ
નયન સાવલિય લગ્ન તેમની સાથે અમરેલી હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતા ધારા સાથે નક્કી થયા છે. ત્યારે લગ્નને લઈ તૈયાર કરવામાં આવેલી કંકોત્રીમાં લગ્ન કંકોત્રીમાં સાયબર ક્રાઇમ એટલે શું ? સાયબર ક્રાઇમના પ્રકારો, સોશિયલ મીડિયા સંબધિત ફ્રોડ, ઇ-મેઈલ સ્પૂફિંગ, સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડી, ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ, બનાવટી લિન્ક, ફેક કોલ, ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ, કસ્ટમર ક્રેર ફ્રોડ અને સાયબર ક્રાઇમથી બચવા લોકોએ શું-શું કરવું જોઈએ તેની માહિતી કંકોત્રીમાં આપવામાં આવી છે.
ભાતીગળ સંસ્કૃતિનો પણ કર્યો પ્રચાર
આજની યુવા પેઢી સતત પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા છે. ત્યારે કંકોત્રીમાં આજની યુવા પેઢી ભાતીગળ સંસ્કૃતિ ન ભૂલી જાય તે માટે ટ્રેડિશનલ ડ્રેસ સાથેના ફોટા પણ એડ કર્યા છે. આ ઉપરાંત સાઇબર ક્રાઇમ પર કંકોત્રીમાં વધુ ફોકસ રાખવામાં આવ્યું છે. કંકોત્રીના માધ્યમથી લોકો ને ફ્રોડથી બચવા માટે કેવી રાખવી સાવચેતી તે માહિતી આપવામાં આવી છે. ત્યારે આ કંકોત્રીને લઈ અમરેલી પોલીસ વડા સહિત પોલીસ અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT