અમરેલીમાં અવિરત મેઘમહેર, સ્થાનિક નદી બે કાંઠે વહેતા વાહનવ્યવહાર ખોરવાયો

અમરેલીઃ ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેરના પગલે મોટાભાગના ગામડાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં લીલીયા ગ્રામીણ ક્ષેત્રે વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો…

gujarattak
follow google news

અમરેલીઃ ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેરના પગલે મોટાભાગના ગામડાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં લીલીયા ગ્રામીણ ક્ષેત્રે વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે પુંજાપાદરની સ્થાનિક નદી બે કાંઠે વહેતા માર્ગ બંધ કરવા ફરજ પડી છે. નોંધનીય છે કે અહીં પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ જતા હાલાકી સર્જાઈ છે. તેવામાં અત્યારે વરસાદે વિરામ લીધો છે પરંતુ પાણીને ઓંસરવામાં ઘણો સમય લાગી રહ્યો છે.

ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતા
અમરેલીના લીલીયા પંથકમાં સતત વરસાદ વરસતો હોવાથી નદીઓ બેં કાંઠે વહેવા લાગી છે. જેના પગલે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અહીં ખેડૂતોની સ્થિતિ પણ દયનીય થઈ ગઈ છે. તો બીજી બાજુ વાઘણીયાની પ્રાથમિક શાળાની અંદર પાણી ભરાઈ જતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અવિરત વરસાદના પગલે વાહનવ્યવહાર ખોરવાયો
અહીં સતત વરસાદ ખાબકતો હોવાથી હવે મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરીવળ્યા છે. જેના પગલે જોવા જઈએ તો હવે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. જાણો કયા કયા પંથકો પર જવાનો માર્ગ અત્યારે બંધ છે….

  • ભારે વરસાદના પગલે લીલીયાથી પુંજાપાદર જવાનો માર્ગ બંધ થઈ ગયો છે.
  • સાવરકુંડલાથી રંઘોલા જવાનો માર્ગ પણ અત્યારે બંધ થઈ ગયો છે.
  • લીલીયાના સનાળિયાથી ભેંસાણ જવાનો માર્ગ પણ અત્યારે બંધ થઈ ગયો છે.

ગુજરાતનું વેધર અપડેટ….
રાજ્યભરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેલ્લા 24 કલાકમાં રાજ્યના 205 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તેમાં પણ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે હજુ પણ આગામી 3 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ પર એક નજર કરીએ તો ખેડબ્રહ્મામાં 6 ઈંચ, સાયલામાં 3.77 ઈંચ, નવસારી તથા મોડાસામાં પણ 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 110 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. પરિણામે રાજ્યના નદી-નાળા છલકાઈ ગયા છે.

With Input- હિરેન રવિયા

    follow whatsapp