મુંબઈ: બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને NSE-લિસ્ટેડ સ્મોલકેપ ફર્મમાં જંગી કમાણી કરી છે, જે વાયર મેન્યુફેક્ચરિંગના વ્યવસાય સાથે સંકળાયેલી છે. Ace ઇક્વિટી પાસે ઉપલબ્ધ ડેટા સૂચવે છે કે અમિતાભ હરિવંશ રાય બચ્ચન, જેને બિગ બી તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ સપ્ટેમ્બર 2018 થી આ કંપનીમાં 3,32,800 શેર અથવા 2.45 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીનું નામ DP વાયર છે.
ADVERTISEMENT
કંપનીના શેરોએ 5 વર્ષમાં 5 ગણું રિટર્ન આપ્યું
વાયરિંગ કંપનીના શેરની કિંમત 3 સપ્ટેમ્બર, 2018 ના રોજ 74 રૂપિયાની સામે 1 માર્ચ, 2023 ના રોજ 4.87 ગણી અથવા 387 ટકા વધીને રૂ. 360.35 પર પહોંચી ગઈ છે. તેના શેરમાં સ્માર્ટ નિર્ણયો સાથે, ડીપી વાયર્સની માર્કેટ કેપિટલ હવે રૂ. 488.92 કરોડ પર પહોંચી ગઈ છે જે સપ્ટેમ્બર 2018ના રોજ 100.40 કરોડ પર હતી. કંપનીએ 20 સપ્ટેમ્બર, 2022 ના રોજ માર્કેટ કેપિટલમાં વિક્રમી ઊંચાઈ રૂ. 502.80ને ટચ કરી હતી.
સ્ટીલ વાયર અને પ્લાસ્ટિક ફિલ્મ્સ બનાવે છે કંપની
મધ્યપ્રદેશ સ્થિત કંપની સ્ટીલ વાયર અને પ્લાસ્ટિક ફિલ્મોના ઉત્પાદન અને સપ્લાયમાં રોકાયેલી છે. જેનો વપરાશ તેલ અને ગેસ, પાવર, પર્યાવરણ, સિવિલ, ઉર્જા, ઓટોમોબાઈલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઉદ્યોગોમાં થાય છે. કંપની જે પ્લાસ્ટિક ઉત્પાદનો બનાવે છે તેનો ઉપયોગ નહેરો, લેન્ડફિલ, હાઈવે અને રોડ બાંધકામ, તળાવો, ટાંકીઓ, જળાશયો, ખાણકામમાં થાય છે.
કંપનીમાં રિટેલ ઈન્વેસ્ટર્સની 8.88 ટકા હિસ્સેદારી
ડિપી વાયર્સમાં પ્રમોટર્સની હિસ્સેદારી 70.40 ટકા છે. આ આંકડો 31 ડિસેમ્બર 20232ની શેરહોલ્ડિંગનો છે. કંપનીમાં રિટેલ ઈન્વેસ્ટર્સની હિસ્સેદારી 8.88 ટકા પર છે. જ્યારે હાઈ નેટવર્થ ઈન્ડીવિજ્યુઅલ્સની કંપનીમાં 8.85 ટકા હિસ્સેદારી છે. નાણાકીય વર્ષ 2022માં કંપનીની નેટ સેલ્સ 25.70 ટકા વધીને 613.24 કરોડ રૂપિયા રહ્યું છે. 2017માં કંપનીની નેટ સેલ્સ 195.38 કરોડ રૂપિયા હતા. કંપનીનો નફો 5.02 કરોડ રૂપિયાથી વધીને 29.05 કરોડ રૂપિયા પહોંચી ગયો છે.
ADVERTISEMENT