અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રણનીતિઓ તૈયાર થઈ રહી છે. ભાજપ સત્તા ટકાવી રાખવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. અનેક નેતાઓ ગુજરાતના પ્રવાસ ખેડી રહ્યા છે ત્યારે અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ આજે સી આર પાટિલ અને ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે. ચૂંટણી લક્ષી યોજના તૈયાર કરશે. આ મુલાકાત ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે.
ADVERTISEMENT
રણનીતિ ઘડશે
અમિત શાહ પોતાના કાર્યક્રમોમાં 1 થી 3.30 વાગ્યાના વચ્ચેના સમય દરમિયાન કમલમ પર બેઠક કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને અન્ય મુખ્ય હોદેદારો ઉપસ્થિત રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાબતે સમીક્ષા કરશે.
ગુજરાત ગૌરવ યાત્રા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ગુજરાતમાં ભાજપ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યમાં 5 ઝોનમાં ભાજપ ગૌરવ યાત્રા યોજાશે. ગૌરવ યાત્રાની શરૂઆત 7 ઓક્ટોબરથી થી થશે. ઝોન વાઈઝ 10 દિવસ સુધી આ યાત્રા ચાલશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય નેતાઓ આ યાત્રાની શરૂઆત કરાવશે.
વહેલી ચૂંટણીના સંકેત
આણંદ ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણનો કાર્યક્રમ હતો. જેમાં સી.આર પાટીલે આગામી 2022ને વિધાનસભાની ચૂંટણીને લઈને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, નવેમ્બરના અંતમાં ચૂંટણી પૂરી થઈ જાય એવું મારું માનવું છે. આ વખતે દસ દિવસ ચૂંટણી વહેલી આવે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. મને ચૂંટણી તારીખ જાહેર કરવાની કોઈ સત્તા નથી. આ તો મારું માનવું છે. હમણાં મીડિયા વાળા બ્રેકિંગ ન્યુઝ બનાવી દેશે કે ભાજપ અધ્યક્ષ છે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને બિલાડીના ટોપની જેમ રાજકીય પક્ષો ફૂટી નીકળ્યા છે. દિલ્હીથી આવનારા રિટર્ન ટીકીટ કઢાવી લે.
ADVERTISEMENT