અમિત શાહે કોંગ્રેસ-AAP પર કર્યા આકરા પ્રહારો, જનતાને ભૂતકાળ પર નજર કરવા જણાવ્યું…

અમદાવાદઃ ગુજરાત પ્રવાસ પર આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે સ્માર્ટ…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાત પ્રવાસ પર આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણ સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વડીલોને પૂછી જો જો કે ભૂતકાળ શું હતો. કોંગ્રેસને મત આપવાની ભૂલ ન કરતા.

અમિત શાહે આપનું નામ લીધા વિના નિશાન સાધ્યું
ગુજરાતના બધા નાગરિકો સંદેશો આપતા અમિત શાહે કહ્યું કે આપણે સૌ જાણીએ છીએ ભાજપ દશકાઓથી ગુજરાતમાં જીતે છે. પહેલા મુખ્યમંત્રી અને અત્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે. તેવામાં ચૂંટણી નજીક આવતા તમને જણાવી દઉ કે બે પ્રકારના લોકો રહેલા હોય છે. એક તો એવા કે જે દિવસ રાત કામ અને મહેનત કરીને પરસેવો પાડતા હોય છે. જ્યારે બીજા એવા કે તે 4 અથવા 5 મહિના પહેલા એક્ટિવ થઈ જાય અને નવા કપડા પહેરીને ખોટા વાયદાઓ કરવા માટે મેદાનમાં ઉતરી જાય છે.

કોંગ્રેસ ફરીથી ચૂંટણી આવતા એક્ટિવ થશે…
અમિત શાહે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ હવે મેદાનમાં ઉતરશે અને લોકોને જાતિવાદ અને અન્ય લાલચો આપી પોતાના પક્ષમાં કરવાના પ્રયત્નો કરશે. નોંધનીય છે કે લોકો ભાજપ અને નરેન્દ્ર ભાઈ બંનેને ઓળખે જ છે. મુખ્યમંત્રીને અત્યારસુધી જેટલુ પણ ભંડોળ મળ્યું છે એનો સમયસર અને યોગ્ય વપરાશ કર્યો છે. હવે જો કોંગ્રેસને આવવા દેવાની ભૂલ ન કરાય. વડીલોને તમે પૂછી જોજો કે ભૂતકાળ શુ હતો અને ભાજપે કેવા કાર્યો કરીને પરિવર્તન લાવ્યું છે.

    follow whatsapp