સુરત: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપને મળેલી ઐતિહાસિક જીતની પોઝિટિવ અસર આગામી લોકસભા ચૂંટણી પર પડશે. આ દાવો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે રવિવારે સુરતમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે, હાલમાં જ સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત સંપૂર્ણ રાજનીતિક તસવીરને બદલી નાખશે. તેમણે ભરોસો અપાવ્યો કે ગુજરાતમાં જીત 2024ની લોકસભા ચૂંટણી પર સકારાત્મક અસર પાડશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત ચૂંટણી 2022માં ભાજપની ઐતિહાસિક જીત પર વાત કરતા કહ્યું કે, પાર્ટીએ પોતાનો અને રાજ્યનો રેકોર્ડ તોડતા સૌથી વધુ સીટો મેળવી છે. ગુજરાત ચૂંટણીના પરિણામ પાર્ટીનો ગઢ હોવાનું પ્રમાણ છે.
ADVERTISEMENT
સુરતમાં નવા ધારાસભ્યોના સન્માન સમારોહમાં શાહનું સંબોધન
સુરતમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સન્માન સમારોહમાં અમિત શાહે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાત ચૂંટણીમાં ઘણી નવી પાર્ટીઓ આવી, અલગ-અલગ દાવા અને ગેરંટીની વાત કરી, પરંતુ પરિણામ બાદ બધું સ્પષ્ટ થઈ ગયું. પરિણામે બતાવી દીધું કે ગુજરાતના લોકો પીએમ મોદી અને ભાજપનું સ્વાગત કરવા માટે તૈયાર હતા. જીતે દેશને એક મજબૂત સંદેશ આપ્યો છે કે ગુજરાત ભાજપનો ગઢ હતો અને રહેશે.
‘ગુજરાત ભાજપનો ગઢ છે અને રહેશે’
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતની ચૂંટણીમાં આ જીત દેશભરના કાર્યકર્તાઓનો ઉત્સાહ, પ્રેરણા અને ઉર્જાનો સ્ત્રોત છે. 2022ની ચૂંટણીમાં રેકોર્ડ તોડ પરિણામ ભાજપની બુથ સ્તરીય સમિતિથી લઈને પ્રદેશ અધ્યક્ષ સુધીના કાર્યકર્તાઓના કારણે છે. તેમણે એમ પણ કહ્યું કે, પીએમ મોદીની જનતા વચ્ચે અપાર લોકપ્રિયતા છે. આ કારણે જ ભાજપે ગુજરાતમાં 26માંથી 26 લોકસભા સીટો બીજી વખત હાંસેલ કરી છે.
ADVERTISEMENT