અમરેલીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં વિવિધ રાજકીય પક્ષો પોતાના મતદારોને રિઝવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતરી આવ્યા છે. તેવામાં અમિત શાહે ગુજરાતની મુલાકાત દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ડેરી ઉદ્યોગ પર તાળા મારી દીધા હતા. જેને નરેન્દ્ર મોદીએ સફળતા અપાવી હતી. ત્યારે બીજી બાજુ અરવિંદ કેજરીવાલ પણ રવિવારે સાંજે અમદવાદ એરપોર્ટ ખાતે આવવાના છે.
ADVERTISEMENT
કોંગ્રેસ પર કર્યા અમિત શાહે આકરા પ્રહાર
અમરેલીમાં સહકારી સમૃદ્ધિ કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે સ્વામી વિવેકાનંદ તથા વિનોબા ભાવેને શ્રદ્ધાંજલી અર્પણ પણ કરી હતી. અમિત શાહે કહ્યું કે મેં અત્યારસુધી 7 મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત સમાન્ય સભાને એકસાથે આયોજિત થતી જોઈ નથી. મેં અત્યારસુધી 591 જિલ્લાની સફર કરી છે. વળી આની સાથે અમિત શાહે દિલિપભાઈને અભિનંદન પણ પાઠવ્યા હતા.
સૌરાષ્ટ્રમાં ડેરી ઉદ્યોગનો શાનદાર વિકાસ થયો- અમિત શાહ
અમિત શાહે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ હતી ત્યારે સૌરાષ્ટ્રની મોટા ભાગની ડેરીઓ પર એ તાળાઓ મારીને જતી રહી હતી. અહીં ઘણી રીતે આર્થિક દ્રષ્ટિકોણથી શોષણ થયા છે. ત્યારપછી નરેન્દ્ર મોદીએ આર્થિક દ્રષ્ટિએ દરેક ડેરીને મદદ કરી અને જિલ્લાઓમાં ડેરી ઉદ્યોગ ધમધમતો કર્યો છે.
ADVERTISEMENT