બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે અમિત શાહે મોટી જવાબદારી સંભાળી લીધી છે. તેમણે સમગ્ર ગુજરાતના ભાજપના નેતાઓને આવરી લે તેવી રણનીતિ બનાવીને બેક ટુ બેક કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે. તેવામાં હવે આ વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ શાનદાર જામ્યો છે. અમિત શાહ હવે મધ્ય ઝોનના આગેવાનો સાથે બેઠકો કર્યા પછી ઉત્તર ઝોનની બેઠકો પર મંથન કરવાનું શરૂ કરશે. આજે પાલનપુરની મુલાકાતે આવેલા અમિત શાહ સતત બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. તેમણે સ્થાનિક મુદ્દાઓથી લઈ કાર્યકર્તાઓના વિઝન વિશે જાણવાનું શરૂ કરી દીધું છે. તેવામાં હવે વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર તેઓ વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરતા જોવા મળશે.
ADVERTISEMENT
ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ
મધ્ય ઝોનમાં ચૂંટણીલક્ષી ચાલી રહેલી તૈયારીઓ પર અમિત શાહે સમીક્ષા બેઠક યોજી હતી. તેવામાં અત્યારે પક્ષ તરફથી ચૂંટણી જીતવાના પડઘમ વચ્ચે નેતાઓને યોગ્ય માર્ગ દર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતની તમામ બેઠકો જીતવા માટેનું લક્ષ્ય રાખી ભાજપના વિકાસ કાર્યોને ગામે-ગામ પહોંચાડવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
ભાજપ અત્યારે સુપર એક્ટિવ…
દક્ષિણ ગુજરાતમાં કાર્યકર્તાઓએ ખાસ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે ઉમેદવારી પ્રક્રિયાથી લઈને વિજય સરઘસ કાઢવાની તૈયારીઓ અંગે પણ ભાજપના કાર્યકર્તાઓએ તૈયારી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉત્તર ઝોનની બેઠકોની રણનીતિ પર સ્થાનિકો સાથે ચર્ચા કરવા દિગ્ગજ નેતાઓ પણ મહેનત કરી રહ્યા છે. અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અમિત શાહની અધ્યક્ષતામાં ઉત્તર ઝોનના અપેક્ષિત કાર્યકરો સાથે મેરેથોન બેઠકોનું આયોજન થયું છે.
With Input- ધનેશ પરમાર
ADVERTISEMENT