No-Confidence Motion in Parliament Live Updates: મણિપુર હિંસા અંગે કેન્દ્રની વિરુદ્ધ લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બીજા દિવસની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મણિપુરના મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીના નિવેદન અંગે સ્મૃતિ ઇરાનીએ જવાબ આપ્યો.
ADVERTISEMENT
અમિત શાહે ભારતીય રાજનીતિના ત્રણ નાસુર ગણાવતા ભ્રષ્ટાચાર, પરિવારવાર, તૃષ્ટીકરણ મુદ્દે વિપક્ષને ઘેર્યું હતું. લોકસભામાં 27 વિશ્વાસ પ્રસ્તાવ આવી ચુક્યા છે. આ વખતે પીએમ મોદી અને મંત્રીમંડળ પ્રત્યે કોઇને અવિશ્વાસ નથી. તેનો ઇરાદો માત્ર જનતા વચ્ચે ભ્રાંતિ પેદા કરવાનો છે. બે તૃતિયાંશની બહુમતીથી એનડીએ સરકારને લોકોએ પસંદ કરી છે. સરકાર લઘુમતમાં હોવાનો કોઇ અર્થ જ નથી. આઝાદી બાદ દેશમાં સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. 9 વર્ષમાં પીએમએ 50 કરતા વધારે એવા નિર્ણયો લીધા જે યુગો સુધી યાદ રાખવામાં આવશે.
શાહે કહ્યું કે, પીએમ મોદીએ તેને દુર કર્યો છે. ભ્રષ્ટાચાર ક્વિટ ઇન્ડિયા, પરિવારવાદ, ક્વિટ ઇન્ડિયા, તૃષ્ટિકરણ ક્વિટ ઇન્ડિયાનો નારો પણ આપ્યો છે.
શાહે કહ્યું કે, જ્યારે અમે બેંક એકાઉન્ટ ખોલવાની જનધન યોજના લઇને આવ્યા તો નીતીશ કુમારે અમારો મજાક ઉડાવ્યો. એકાઉન્ટ થો ખોલી દીધું અંદર નાખશો શું, બોણી કરાવો. નીતીશ બાબુ અમારી વાત સાંભળી લો 49 કરોડ બેંક ખાતા ખોલો જેમાં 2 લાખ કરોડ ગરીબોના પૈસા જમા છે. કેન્દ્ર-રાજ્ય સરકારની 300 કરતા વધારે યોજનાઓના પૈસા ડાયરેક્ટર આ ખાતામાં જાય છે.
શાહે કહ્યું કે, કોંગ્રેસે ગરીબી હટાઓનો નારો આપ્યો. જો કે ગરીબી જેમ ની તેમ છે. જો કે મોદીએ આ સમસ્યાને સમજી કે તેમણે ગરીબી જોઇ હતી. પીએમ મોદીએ 9 વર્ષમાં 11 કરોડ કરતા વધારે પરિવારને શૌચાલય આપ્યા. લોકો ક્લોરાઇડ યુક્ત પાણી પીતા હતા. મોદીએ દરેક ઘરે નળ યોજના દ્વારા 12 કરોડ કરતા વધારે લોકોના ઘર સુધી પાણી પહોંચાડ્યું. કોંગ્રેસ દેવા માફ કરવાની લોલીપોપ આપતી હતી. બીજી તરફ ભાજપનો એજન્ડા છે કે ખેડૂતોનાં દેવા માફી ના લેવી પડે.
અવિશ્વાસની દરખાસ્ત ગઠબંધનના ચહેરાઓને ઉજાગર કરે છે. હું ત્રણનો ઉલ્લેખ કરીશ. બે યુપીએ સરકાર વિરુદ્ધ હતા. એનડીએ સામે એક.
1993માં નરસિંહની સરકાર હતી. તેની સામે દરખાસ્ત આવી હતી. નરસિંહને કોઈપણ રીતે સત્તામાં રહેવાનું હતું. નરસિંહે અવિશ્વાસની દરખાસ્ત જીતી લીધી. બાદમાં ઘણા લોકોને જેલની સજા થઈ, આમાં નરસિમ્હા રાવ પણ સામેલ હતા. કારણ કે ઝારખંડ મુક્તિ મોરચાને લાંચ આપીને પ્રસ્તાવ જીતી લેવામાં આવ્યો હતો. આજે કોંગ્રેસ અને મુક્તિ મોરચા પણ છે.
2008માં મનમોહન સરકાર વિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવી હતી.એવું વાતાવરણ હતું કે તેમની પાસે બહુમતી નથી. બહુમતી પણ નહોતી. તે સમયે સૌથી કલંકિત ઘટના જોવા મળી હતી. સાંસદોને કરોડો રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. કેટલાક સાંસદોએ ગૃહમાં આવીને રક્ષણની માંગ કરી હતી. જોકે, પછી સરકાર બચી ગઈ હતી.
યુપીએનું ચરિત્ર એવું છે કે અવિશ્વાસની દરખાસ્ત આવે કે વિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડે, તેનાથી બચવા તમામ સિદ્ધાંતો, ચારિત્ર્ય, કાયદો અને પરંપરાને સત્તા સંભાળવી પડે છે.
1999માં અટલ સરકાર હતી. અવિશ્વાસની દરખાસ્ત આવી. કોંગ્રેસે જે કર્યું તે અમે પણ કરી શક્યા હોત. લાંચ આપીને સરકારને બચાવી શકાઈ હોત. પરંતુ અમે તે કર્યું નથી. અટલ વાજપેયીએ પોતાની વાત રાખી અને કહ્યું કે સંસદનો નિર્ણય સ્વીકારવો જોઈએ. સરકાર માત્ર એક મતથી જતી રહી. શું આપણે યુપીએ જેવી સરકારને બચાવી ન શક્યા હોત? બચાવી શક્યા હોત પરંતુ ઘણી વખત પ્રસ્તાવના સમયે પાત્ર ખુલ્લું પડી જાય છે.
કોંગ્રેસનું પાત્ર ભ્રષ્ટાચારનું છે. બીજી તરફ ભાજપ ચારિત્ર્યના સિદ્ધાંતનું રાજકારણ કરવા જઈ રહ્યું છે. વાજપેયીની સરકાર ગઈ પરંતુ આગલી વખતે તેઓ જંગી બહુમતીથી જીતીને પીએમ બન્યા.
ADVERTISEMENT