અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસા ચૂંટણી 2022ની મતગણતરીની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે જોવા જઈએ તો ભાજપ 150થી વધુ બેઠકની બહુમતીથી જીત દાખવવાનાં એંધાણ છે. ત્યારે અમિત શાહે ટ્વીટ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. આની સાથે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. ચલો આપણે તેમના ટ્વીટ પર નજર કરીએ…
ADVERTISEMENT
અમિત શાહે 3 ટ્વીટ કરીને જનતાને સંબોધન કર્યું…
અમિત શાહે ટ્વીટ કરી કહ્યું કે ગુજરાતે હંમેશા ઈતિહાસ રચવાનું કામ કર્યું છે. છેલ્લા 2 દાયકાઓથી મોદીજીના નેતૃત્વ હેઠળ ભાજપે ગુજરાતમાં તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. આજે પણ જેવી રીતે સમીકરણો બેઠા છે એને જોતા લાગે છે કે ગુજરાતમાં મોટો વિક્રમ સર્જાશે. નરેન્દ્ર મોદીના વિકાસ મોડલ પર જનતાને વિશ્વાસ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
અન્ય પાર્ટીઓ પર અમિત શાહના પ્રહારો..
અમિત શાહે વધુમાં ટ્વીટ કરી કહ્યું કે ગુજરાતની જનતાએ પોકળ વચનો, રેવડીઓ અને તુષ્ટીકરણની રાજનીતિ કરનારાઓને ફગાવી દીધા છે. વિકાસના મોડલન તથા નરેન્દ્ર મોદીને લોકોએ મત આપ્યો છે. આ જીતે સ્પષ્ટ કરી દીધું છે કે ગુજરાતની જનતા ભાજપની સાથે છે. આની સાથે અમિત શાહે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા ભાજપના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી.
ADVERTISEMENT