અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભણી ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં અનેક નેતાઓ પ્રવાસ કેદી રહ્યા છે ત્યારે ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન બાવળા એપીએમસીમાં ખેડૂતો દ્વારા ઋણસ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. 1964થી કોંગ્રેસીયાઓ એ નર્મદા યોજનાને ટલ્લે ચડાવી હતી.
ADVERTISEMENT
આપડા સારા દિવસો શરૂ થયા
બાવળા એપીએમસીમાં ખેડૂતો દ્વારા ઋણસ્વીકાર કાર્યક્રમમાં અમિત શાહે સંબોધનમાં કહ્યું કે, પહેલા તો ગુજરાત વાસીઓને નવરાત્રીની શુભકામના પાઠવું છું. આજે મારા જેવા વ્યક્તિ માટે આ વિસ્તાર ના સાંસદ તરીકે સંતોષનો દિવસ છે. અલગ અલગ યોજનાના કારણે પાણી નહોતી મળી શકતું. મારા વિસ્તારના 164 ગામમાં સંપૂર્ણ પાણી મળતું ન હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહ્યું કે, તમે પાણી નથી મોકલ્યું લક્ષ્મી આપી છે. પાણી નહોતું ત્યારે પણ ખેડૂત પાક લેતો હતો નર્મદાનું પાણી આવે ને 3 પાક આવે એટલે આખો વિસ્તાર રૂપિયા કમાવવાના છે. નરેન્દ્ર ભાઈ ગુજરાતમાં નર્મદાનું પાણી ન લાવ્યા હોત તો પાણી અહીં સુધી પહોંચ્યું જ ન હોત. આ દિવાળીએ વધારે ઘી રેલી અને કંસાર બનાવજો આપડા સારા દિવસો શરૂ થયા છે.
કોંગ્રેસ પર કર્યા પ્રહાર
કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, 1964થી કોંગ્રેસીયાઓ એ નર્મદા યોજનાને ટલે ચડાવી હતી. નરેન્દ્ર ભાઈ ગુજરાતમાં નર્મદાનું પાણી ન લાવ્યા હોત તો પાણી અહીં સુધી પહોંચ્યું જ ન હોત.નરેન્દ્ર ભાઈએ 8 વર્ષમાં ખેડૂતની આવક બમણી કરવા ના પ્રયાસો કરવામાં આવ્યા. ખેડૂત નાનો હોય કે મોટો દર વર્ષે 6 હજાર નરેન્દ્ર મોદી પહોંચાડી દીધા છે. ખાતરના કાળાબજાર બંધ કર્યા. હવે નરેન્દ્ર ભાઈ પ્રાકૃતિક ખેતી કન્સેપ્ટ લાવ્યા છે.
અમિત શાહે કહ્યું કે, હું 2 વિનંતી કરવા આવ્યો છું. રાજ્યમાં 3 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે ત્યાં જઈ ને આપડે સમજીએ. કેમિકલ વાળા ખાતર ના કારણે કોઈ ને કેન્સર થાય એ આપડા માટે પણ સારું નથી. તમામ યુવાનો અપીલ કરવા માંગુ છું કે તમારા ગામના ખેડૂતોની મુલાકાત લો અને આવતા 5 વર્ષમાં એક પણ યુરિયાની થેલી ના જોઈએ તેવો પ્રયાસ કરવાનો છે. આપડી સહકારી મંડળીમાં ખાલી ધિરાણ આપાતું હતું. હવે અનેક વિધ કામો કરી શકશે. ગેસ એજન્સી, પેટ્રોલ પંપમાં પ્રાથમિકતા મળશે. થોડા સમયમાં મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટી બનાવવા ઇચ્છીએ છીએ.
ADVERTISEMENT