Amit Shah Car Viral Video: અચાનક કેમ ચર્ચામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કાર?, જાણો શું છે કારણ

Video of Amit Shah's car goes viral: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની કારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 Video of Amit Shah's car goes viral

ચર્ચામાં કેમ આવી અમિત શાહની કાર?

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

અમિત શાહની કારની તસવીર વાયરલ

point

કારની નંબર પ્લેટના કારણે જાગી ચર્ચાઓ

point

ભાજપ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા શાહ

Video of Amit Shah's car goes viral: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની કારની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ  થઈ રહી છે. કારણ કારનું મોડલ, કલર કે કંપની નથી. પરંતુ કારણ કારની નંબર પ્લેટ છે. 

કારના નંબરના કારણે વીડિયો થયા વાયરલ 

વાસ્તવમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક બેઠકમાં સામેલ થવા માટે ભાજપ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. તેઓ જ્યારે ભાજપ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા ત્યારે તેમની કારની તસવીરો/વીડિયો લેવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી ANIએ સોશિયલ મીડિયા પર આ તસવીરો/વીડિયો પોસ્ટ કરતાની સાથે જ વાહનની નંબર પ્લેટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કારના નંબરમાં  'CAA' હોવાને કારણે લોકો આના પર રિએક્ટ કરવા લાગ્યા છે. 

યુઝર્સ કરવા લાગ્યા કોમેન્ટ 

અમિત શાહની કાર પર 'DL1 CAA 4421' નંબર પ્લેટ લાગેલી હતી. આ જોઈને નેટીઝન્સ તેના પર કોમેન્ટ કરવા લાગ્યા. એક યુઝરે લખ્યું, "એનો અર્થ એ છે કે CAA જરૂર લાગુ થશે.", તો અન્ય એક યુઝરે લખ્યું કે, "CAA હંમેશા તેમના મગજમાં હતું."

ANIએ વીડિયો પોસ્ટ કરતા જ થયો વાયરલ


ન્યૂઝ એજન્સી ANIએ અમિત શાહનો 29 ફેબ્રુઆરીની રાત્રે પાર્ટી હેડક્વાર્ટર પહોંચવાનો વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, "કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બીજેપી CECની બેઠક માટે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા." વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાહનની નંબર પ્લેટની તસવીર વાયરલ થવા લાગી. લોકો પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા લાગુ થઈ શકે છે કાયદો

નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) લોકસભા ચૂંટણી (2024) પહેલા લાગુ થઈ શકે છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 'નાગરિકતા સંશોધન અધિનિયમ 2019'ના નિયમો લોકસભા ચૂંટણી પહેલા જ નોટિફાઇ કરી દેવામાં આવશે. વાસ્તવમાં આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા પ્રતાડિત બિન-મુસ્લિમો (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી) ને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. CAAને ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. કાયદો પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા બાદ દેશના કેટલાક ભાગોમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા.

    follow whatsapp