અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ પણ પોતાનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે. તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. તેઓ શનિવારે રાત્રે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતા. તેવામાં રવિવારે અહીં અમિત શાહ 4 સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણ સહિત 36મી નેશનલ ગેમ્સના એન્થમ સોન્ગને લોન્ચ કરશે.
ADVERTISEMENT
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બનાવાઈ છે સ્માર્ટ સ્કૂલો
અમિત શાહ રવિવારે અમદાવાદના ઘાટલોડિયા, નવા વાડજ, થલતેજ વિસ્તારની સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કરશે. તેવામાં થલતેજની સ્માર્ટ સ્કૂલ તો 2 હજાર વારથી વધુનીી જગ્યામાં બનાવવામાં આવી છે. નોંધનીય છે કે અત્યારે AMC સ્કૂલ બોર્ડમાં હજુ પણ 16 સ્માર્ટ સ્કૂલો કાર્યરત છે. નોંધનીય છે કે આ શાળાઓમાં ઈંગ્લિશ મીડિયમથી લઈ તમામ સુવિધાઓ રહેશે.
અમદાવાદ ટ્રાન્સ્ટેડિયામાં અમિત શાહ…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે 36મી નેશનલ ગેમ્સ 2022ના મસ્કોટનું અનાવરણ કરશે. આની સાથે આનું એન્થમ સોન્ગ પણ લોન્ચ કરશે. આની સાથે સ્પોર્ટ્સ પર્સનની હાજરીમાં નેશનલ ગેમ્સની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરશે.
અમિત શાહનો કાર્યક્રમ
ADVERTISEMENT