ભાગવતને રાષ્ટ્રપિતા કેહવા મામલે અમિત ચાવડાએ કહ્યું, ચૂંટણી આવે એટલે નાટકો શરૂ કરી દે છે

અમદાવાદ: ચૂંટણી નજીક આવે તેમ રાજકીય ગરમાવો જામવા લાગે છે. આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ત્યારે  અખિલ ભારતીય ઈમામ સંગઠનના વડા ઉમર અહેમદ…

gujarattak
follow google news

અમદાવાદ: ચૂંટણી નજીક આવે તેમ રાજકીય ગરમાવો જામવા લાગે છે. આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ત્યારે  અખિલ ભારતીય ઈમામ સંગઠનના વડા ઉમર અહેમદ ઈલ્યાસીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કર્યા બાદ ભાગવતને ‘રાષ્ટ્રપિતા’  કહ્યા હતા. આ મામલે અમિત ચાવડાએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, ચૂંટણી આવે એટલે નાટકો શરૂ કરી દે છે.

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, જે લોકો ગાંધીજીની હત્યાની વિચારધારના વાહકો છે. ગોડસેને ઉદભવ આપનાર છે. દેશની એકતા અને ભાઈચારો તોડવા વાળા છે. ચૂંટણી આવે એટલે જાતિ, ધર્મ, પ્રાંતના ભેદભાવ ઊભા કરી અને લડાવવા વાળા લોકો છે. એ લોકો આજે સત્તા મેળવવા માટે પાકિસ્તાન જઈ બિરિયાની ખાય છે અને લોકોને ગુમરાહ કરવાના પ્રયત્નો કરે છે. ચૂંટણી આવે એટલે નાટકો શરૂ કરી દે છે. 27 વર્ષ બાદ પણ ભાજપે ભેદભાવ, અન્યાય કર્યો, અધિકારો છિનવ્યાં છે આવનાર સમયમાં તમામ લોકો સાથે મળી અને પોતાના હક્કની લડાઈ લડશે અને પરિવર્તન લાવશે.

શું છે મામલો
અખિલ ભારતીય ઈમામ સંગઠનના વડા ઉમર અહેમદ ઈલ્યાસીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું હતું કે આપણો ડીએનએ એક જ છે, માત્ર ભગવાનની પૂજા કરવાની આપણી રીત અલગ છે. ઇલ્યાસીએ ભાગવતને ‘રાષ્ટ્રપિતા’ પણ કહ્યા અને કહ્યું કે આપણે ભારત અને ભારતીયતાને મજબૂત બનાવવાની છે. ઇલ્યાસીએ કહ્યું કે આરએસએસના વડાએ તેમના આમંત્રણ પર ઉત્તર દિલ્હીમાં મદરેસા તાજવેદુલ કુરાનની મુલાકાત લીધી હતી અને ત્યાંના બાળકો સાથે વાતચીત કરી હતી

    follow whatsapp