અમદાવાદ: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ પ્રોટોકોલને ધ્યાને લઈ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા મોકૂફ રાખવા સૂચન કર્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપેલા સૂચનો બાદ કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ આ મામલે ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે માત્ર રાજકીય રીતે લોકોને બદનામ કરવા માટે થઈને લોકોને ટાર્ગેટ કરવા માટે થઈને પત્ર લખીનેરાજનીતિ ન થાય. કોરોના સામે લડવા માટે તમામે એક થવું પડશે.
ADVERTISEMENT
ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે માત્ર રાજકીય રીતે લોકોને બદનામ કરવા માટે થઈને લોકોને ટાર્ગેટ કરવા માટે થઈને પત્ર લખીનેરાજનીતિ ન થાય. કોરોના સામે લડવા માટે તમામે એક થવું પડશે. તમામ લોકોને એની ગાઈડ લાઈનનો અમલ કરવા માટે સરકારી એના જે પણ અમલદારો છે એને સૂચના આપવી પડશે.
સરકારને કરી વિનંતી
સરકારને જવાબદારી છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ કરવામાં આવે અને જે પણ બહારથી યાત્રીઓ આવે એમની ચકાસણી કરીને પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવે. એવી તમામ પ્રકારની તકેદારી સરકાર રાખે એવી મારી વિનંતી છે. લોકોની ગંભીર અને ગુનાહિત બેદરકારીના કારણે ગુજરાતમાં આપણે સૌ કોઈ કોરોનાનો ભોગ બન્યા હતા. મારી કેન્દ્ર સરકારને વિનંતી છે કે જ્યારે ચાઇનામાં અને અન્ય દેશોમાં કોરોનાના ગંભીર પ્રકારના વેરિયન્ટ જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT