ગુજરાતમાં પઠાણ ફિલ્મના વિવાદ વચ્ચે AMC એ ખાસ તૈયાર કર્યો ‘કેસરિયા’ પ્લાન, જાણો શું છે આ પ્લાન

અમદાવાદ: બોલિવૂડમાં લાંબા સમય બાદ ફરીથી કમબેક કરી રહેલા કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મના સોન્ગમાં ‘ભગવા બિકિની’ને…

gujarattak
follow google news

અમદાવાદ: બોલિવૂડમાં લાંબા સમય બાદ ફરીથી કમબેક કરી રહેલા કિંગ ખાન શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મના સોન્ગમાં ‘ભગવા બિકિની’ને લઈને શરૂ થયેલો વિવાદ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ફરીથી પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો છે. આટલું જ નહીં દીપિકા પાદુકોણેના જૂતાનો હાર પહેરાવીને તેનું પૂતળું બાળ્યું હતું. ત્યારે એક તરફ આ ફિલ્મનો ભરપૂર વિરોધ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના શેરીઓના પોલનો રંગ બદલીને કેસરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં સ્ટ્રીટ લાઇટનો હાલનો રંગ સિલ્વર છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે આ મામલે કહ્યું કે, સ્ટ્રીટ લાઈટના થાંભલાઓને કેસરી રંગથી રંગવામાં આવશે. આખા શહેરની સ્ટ્રીટ લાઈટોનો રંગ બદલાશે અને બધા કેસરી થઈ જશે  કેસરી રંગ વધુ  વિઝિબલ છે જેને લઈ  તમામ થાંભલાનો કલર સિલ્વરમાંથી બદલી અને કેસરી કરવામાં આવશે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને મકરસંક્રાંતિ પર્વની પાઠવી શુભકામના, જાણો શું કહ્યું

જાણો કેમ બદલાશે રંગ?
કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે અમદાવાદને G20 અંતર્ગત U20ની યજમાની કરવાની તક મળી છે. આવી સ્થિતિમાં U-20ના સભા સ્થળ સાથે જોડાયેલા તમામ રસ્તાઓના સ્ટ્રીટ લાઈટના થાંભલાઓને કેસરી રંગથી રંગવામાં આવશે. બારોટે જણાવ્યું હતું કે આ સમિટ માટે મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, સમિતિએ સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને કેસરી રંગથી રંગવાનું નક્કી કર્યું છે. અમદાવાદને G20 હેઠળ U20ની યજમાની મળી છે. અમદાવાદમાં ઘણી બેઠકો થશે. તે U20 મેયર્સ સમિટ સાથે સમાપ્ત થશે. અમદાવાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી છે. U20 ની અગાઉની બેઠકો જકાર્તા, મિલાન રિવાડા, ટોક્યોમાં યોજાઈ હતી. આ વખતે તેનું આયોજન અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે.

ફિલ્મમાં ‘બેશરમ રંગ’ સોન્ગને લઈને શરૂ થયો હતો વિવાદ
 ફિલ્મનું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયું ત્યારથી જ તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ પહેલા સુરત તથા વડોદરામાં પણ વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો અને થિયેટરમાં જઈને પઠાણ ફિલ્મના પોસ્ટર્સ ઉતારીને ફાડી નાખ્યા હતા. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી 25મી જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે ત્યારે તેને ગુજરાતમાં રિલીઝ કરાશે કે નહીં અને જો રિલીઝ કરાશે તો પછી વીએચપી અને બજરંગદળ કેવા પ્રકારનો વિરોધ કરે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp