અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે શિયાળો શરૂ થઈ ગયો છે. ત્યારે ગુલાબી ઠંડીના અનુભવ વચ્ચે ઘણા શહેરોમાં પારો ગગડવાનું શરૂ થઈ ગયું છે. જ્યારે અગાઉ દ.ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે એની હવામાન વિભાગની આગાહી વચ્ચે હવે ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે. અત્યારે ઘણા રાજ્યના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડી ગયો છે. અહેવાલો પ્રમાણે રાજ્યના ચાર શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 14 ડિગ્રીથી પણ નીચે જતો રહ્યો છે. ચલો હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ…
ADVERTISEMENT
ઠંડીનો પારો ગગડ્યો…
અહેવાલોનાં આધારે રાજ્યનું સૌથી ઠંડુ શહેર હોય તો એ નલિયા છે. અહીં ઠંડીનો પારો 9 ડિગ્રીથી પણ નીચે ગગડ્યો છે. જ્યારે કેશોદમાં 12.2 ડિગ્રી, ડીસામાં 12.5 ડિગ્રી, વડોદરામાં 13 ડિગ્રી, મહુવામાં 13.5 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 13.6 ડિગ્રી સુધી ઠંડીનો પારો પહોંચ્યો છે. જ્યારે રાજકોટ, ભૂજ, વલસાડ અને પોરબંદરમાં 14 ડિગ્રી છે.
ગુજરાતમાં ઠંડી વધવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોન MANDOUSની સીધી અસર ગુજરાતના કેટલા વિસ્તારોમાં પડશે. જેથી કમોસમી વરસાદ પડી શકે છે અને ખેડૂતોના પાકને નુકસાનનો ભય રહેલો છે. વરસાદની આગાહી પગલે ખેડૂતો ચિંતાતુર છે. જોકે ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં ઠંડીનો પારો 14.7 ડિગ્રીએ પહોંચ્યો છે. હજુ પણ રાજ્યમાં ઠંડીનું મોજુ પ્રસરી જવાની આગાહી છે. આગામી સમયમાં ઘણા વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડી શકે છે.
ADVERTISEMENT