નવી દિલ્હી: ચીનમાં કોરોના વાયરસથી સ્થિતિ ખરાબ થઈ રહી છે આ વચ્ચે હવે વાયરસનો ખતરો દુનિયાભરના દેશો પર મંડરાઈ રહ્યો છે. ચીનની સાથે જાપાન, સાઉથ કોરિયા અને અમેરિકામાં પણ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે અમેરિકાના મહામારી વૈજ્ઞાનિકોએ ભવિષ્યવાણી કરી છે કે ચીન અને દુનિયાના બાકી દેશોમાં ફરીથી કહેર મચાવવા તૈયાર કોરોનાની મહામારીની નવી અને ખૂબ જ ખતરનાક લહેર આગામી 3 મહિનામાં લાખો લોકોના જીવ લઈ શકે છે.
ADVERTISEMENT
‘2022-2023ની લહેર વૈશ્વિક સ્તર પર અસર નાની નહીં હોય’
અમેરિકાના પબ્લિક હેલ્થ વૈજ્ઞાનિક ડોક્ટર એરિક ફીગલ ડિંગે ટ્વીટ કરીને દાવો કર્યો કે, ‘પ્રતિબંધો હટ્યા બાદ ચીનની હોસ્પિટલો સંપૂર્ણ રીતે ઓવરલોડ થઈ ગઈ છે. આગામી 3 મહિના દરમિયાન આ સંક્રમણ દુનિયાના 10 ટકા વસ્તી અને ચીનની 60 ટકાથી વધુ વસ્તીને પોતાની ઝપેટમાં લઈ લેશે. તેનાથી લાખો લોકોના મૃત્યુ થવાની સંભાવના છે. આ તો માત્ર શરૂઆત છે.’ તેમણે ચેતવણી આપતા કહ્યું કે, ‘ત્રણ વર્ષ પહેલા વહુાને આપણને શીખ આપી હતી. 2022-2023ની લહેર વૈશ્વિક સ્તર પર અસર નાની નહીં હોય.’
દવાઓની ભારે ડિમાન્ડ
ફીગર-ડિંગને ઘણા સમાચાર રિપોર્ટને શેર કરતા કહ્યું કે, સીવીએસ અને વાલગ્રીન્સ જેવી મોટી અમેરિકન દવા કંપનીઓ ભારે ડિમાન્ડના કારણે પીડા અને તાવની દવાઓનું વેચાણ પ્રતિબંધિત કરી રહી છે. તેમણે કહ્યું કે, ચીનમાં શું થઈ રહ્યું છે, તે માત્ર ચીન પૂરતું મર્યાદિત નહીં રહે. આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છીએ.
આ પણ વાંચો: UAE એ પાકિસ્તાનીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો? દુતાવાસ દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા
કંપનીઓએ દવાઓના વેચાણ પર નિયંત્રણો લાદ્યા
એક નિવેદનમાં વાલગ્રીન્સ કંપનીએ જણાવ્યું કે વધતી ડિમાન્ડ અને જમાખોરીથી બચવા માટે અમે દવાઓના વેચાણ માટે નિયમો નક્કી કરી દીધા છે. જે મુજબ કોઈ વ્યક્તિ એક વખતમાં માત્ર 6 ડોઝ જ ખરીદી શકે છે. જ્યારે સીવીએસએ કહ્યું કે, તે પણ બાળકોનો દુઃખાવો દૂર કરનારી દવાઓને ગ્રાહક દીઠ બે યુનિટ સુધી જ મર્યાદિત કરશે. ફીગલ ડિંગે યુરોપ, કેનેડા, અમેરિકા અને ચીન જેવા દેશોમાં દવાઓની અછત વિશે વાત કરતા કહ્યું કે, તેનાથી સ્થિતિ વધુ ખરાબ થશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT