અમદાવાદ: AMC દ્વારા ગઈકાલે નારણપુરા ગામથી નારણપુરા ફાટક સુધીનો 80 ફૂટનો રોડ 100 ફૂટનો કરવા ટીપી કપાતના અમલને મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો હતો. સવારથી AMCની ટીમ દબાણ હટાવવા માટે પહોંચી ગઈ હતી, JCB તથા ટ્રકો પણ બોલાવી લેવાયા હતા. જોકે બાદમાં દિલ્હીથી સ્થાનિક ધારાસભ્યનો ફોન આવ્યો અને કપાત માટે બંગલા તોડવા પર બ્રેક લાગી ગઈ. ધારાસભ્યએ અધિકારીને ફોન કરીને કામગીરી અટકાવી હતી. જે બાદ એક દિવસ માટે દબાણની કામગીરી બંધ રાખાયો હતો.
ADVERTISEMENT
ધારાસભ્યએ દિલ્હીથી ફોન કરીને શું કહ્યું?
એક સમાચાર પત્રના અહેવાલ મુજબ, ટીપીનો અમલ મોકૂફ રાખવા માટે ધારાસભ્યનો ફોન આવતા મ્યુનિ. અધિકારીએ ધારાસભ્યને પૂછ્યું પણ હતું કે, શું આ નિર્ણય એક દિવસ માટે જ મોકૂફ રાખવાનો છે કે કાયમ માટે કેન્સલ કરવાનો છે. ત્યારે તેના જવાબમાં ધારાસભ્યએ એક બે દિવસમાં ચર્ચા બાદ આ અંગે નિર્ણય લેવાનું જણાવ્યું હતું. ત્યારે બીજી તરફ આજે પણ સવારથી નારણપુરમાં રહીશોએ રસ્તા પર ઉતરીને કોર્પોરેશનના આ નિર્ણયના વિરોધમાં રામધૂન બોલાવીને વિરોધ નોંધાવી રહ્યા છે.
150 જેટલી મિલકતો કપાતમાં જતા સ્થાનિકોનો વિરોધ
નારણપુરા ગામથી નારણપુરા ફાટક વચ્ચેના આ 80 ફૂટના રોડને 100 ફૂટનો કરવા માટે બંને તરફની મિલકતોમાં 10-10 ફૂટ કપાત માટે નિર્ણય AMC દ્વારા લેવાયો હતો. જેમાં અંદાજે 150 જેટલી મિલકતો કપાતમાં જતી હતી. આ માટે રૂ.15 કરોડનું વળતર મ્યુનિ.એ ચૂકવવાના થતા હતા. ત્યારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ જ રોડથી આશ્રમ રોડ જતો રોડ માંડ 50 ફૂટનો છે જ્યાં ટ્રાફિકની સમસ્યા પણ છે છતાં તેને પહોળો કરવાનો વિચાર છોડીને મ્યુનિ. આ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા નથી છતાં કપાત માટે વિચારી રહી છે.
ADVERTISEMENT