અમદાવાદઃ શહેરમાં માર્ગ વચ્ચે રખડતા ઢોરના ત્રાસથી લોકો હાલાકીમાં મુકાયા છે. તેવામાં હવે જાહેર માર્ગો પર ઘાંસચારો વેચનારાઓ સામે પણ તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે. પોલીસ કમિશનર શ્રીવાસ્તવે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં રખડતા ઢોરને પકડવા માટે કોર્પોરેશને છેલ્લા ત્રણ દિવસથી કવાયત હાથ ધરી દીધી છે. તેવામાં આ પ્રજાની મુશ્કેલીને દૂર કરવા માટે મોટો નિર્ણય હોઈ શકે છે. નોંધનીય છે કે ACPને પણ આ સમગ્ર કામગીરી પર ચાપતી નજર રાખવા ટકોર કરાઈ છે.
ADVERTISEMENT
કમિશનરનું આકરુ વલણ
અમદાવાદમાં જાહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે કમિશનરે નવો પ્લાન બનાવ્યો છે. તેમણે ઠેર-ઠેર રખડતા પશુઓને પકડવા માટે જે કવાયત હાથ ધરાઈ છે તેના પર પોલીસની ટુકડીઓને મદદ કરવા અપિલ કરી છે. એટલું જ નહીં ACPને પણ આ સમગ્ર મિશન પર ચાપતી નજર રાખવા ટકોર કરી છે. આની સાથે જ જાહેર માર્ગો પર ઘાંસચારો વેચનારાઓ સામે પણ કડક વલણ કરવા ટકોર કરાઈ છે.
1 સપ્તાહ સુધી ચાલશે આ ઝુંબેશ
હાઈકોર્ટે તો રખડતા ઢોર મુદ્દે FIR નોંધવાનો પણ આદેશ કર્યા છે. તેવામાં હવે 26 સપ્ટેમ્બરથી 1 ઓગસ્ટ સુધી ઘાસચારો જાહેર માર્ગો પર વેચનારા સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ શકે છે. નોંધનીય છે કે આ ઝુંબેશ દરમિયાન 1 સપ્તાહ સુધી ચાલશે.
અમદાવાદ મ્યુનિ.ને 3 દિવસ ઢોર પકડવા હાઇકોર્ટનો આદેશ
નોંધનીય છે કે, રાજ્યમાં રખડતા ઢોરની ગંભીર સમસ્યા પર ગઈકાલે જ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે કામ ન કરતા લાંચિયા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બીજી તરફ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનો પણ ઉધડો લેતા 3 દિવસ સતત 24 કલાક ઢોર પકડવાની કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો હતો. જેના પગલે અમદાવાદમાં 3 નવા ઢોરવાડા બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રખડતા ઢોરને ઢોરવાડામાં મૂકી શકાશે
સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે જ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યના 8 મહાનગરો અને 56 નગરપાલિકાઓમાં રોડ પર પશુ છોડી મૂકવામાં આવે છે, આ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ત્યારે પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો તેઓ મહાનગરપાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પશુઓને મૂકી શકશે. આ માટે પશુપાલકો માટે વિનામૂલ્યે ઢોરને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT