અમદાવાદ: અમદાવાદ મ્યિુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર ઘર છોડીને ચાલ્યા હતા પરિવારના સભ્યો અને પોલીસ દોડતી થઈ છે. અધિકારીના ઘર છોડીને ગયા બાદ પરિવારને તેમની એક ચીઠ્ઠી પણ મળી આવી છે. જેમાં તેઓ ઓફિસમાં કામનો બોજ સહન ન થતા સ્ટ્રેસમાં રહેતા હોવાનું કહે છે. અધિકારીના આવા પગલાથી આધાતમાં મૂકાયેલો પરિવાર અને સંબંધીજનો હાલમાં તેમને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
નોકરીના સ્ટ્રેસથી કંટાળીને ઘર છોડી દીધું
શહેરના ચાંદલોડિયા વોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રોહન મિસ્ત્રી નામના અધિકારી ઘરેથી ગુમ થઈ ગયા છે. તેમના ગુમ થયા બાદ પરિવારને એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં અધિકારીએ પોતાના ઘર છોડાવાનું કારણ જણાવતા લખ્યું છે કે, ‘મારી નોકરીનો સ્ટ્રેસ ન લઈ શક્યો એટલે આ જવાબદારીથી દૂર જઈ રહ્યો છું.’ આટલું જ નહીં અધિકારીએ પત્રમાં બે દિવસ પહેલા આપઘાતનો પણ પ્રયાસ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે પરંતુ તે વખતે પરિવારના સભ્યોએ તેમને બચાવી લીધા હતા. ત્યારે ફરી અધિકારી હવે ઘર છોડીને ચાલ્યા ગયા છે.
ચિઠ્ઠીમાં શું લખ્યું છે અધિકારીએ?
મમ્મી-પપ્પા, બ્રિજેશ, અંકીતા, રશ્મી મને માફ કરજો. હું ઘર જોડીને જઉં છું. મને શોધવાનો પ્રયત્ન ન કરા. પરમદિવસે માનસિક તાણમાં આપઘાતનો પ્રયાસ કરેલો પરંતુ તમે બચાવી લીધેલો એટલે હવે આપઘાત નહીં કરું. બસ ઘર છોડીને જઉં છું. અત્યારે બધો સ્ટાફ ખૂબ જ સ્ટ્રેસમાં છે. પણ મારાથી સહન ન થઈ શક્યો એટલે હું આ પગલું ભરું છું. મારા બધા સાહેબો, કલીગ ખૂબ જ સારા છે. સોરી.
ADVERTISEMENT