છત્તરપુર : મધ્યપ્રદેશના છત્તરપુરમાં સોમવારે શાળાના પહેલા જ દિવસે ધોરણ 12 ના વિદ્યાર્થી સાર્થક કટારિયાનું મોત નિપજ્યું છે. હાર્ટ એટેકના કારણે ધોરણ 12 ના વિદ્યર્થીને જીવ ગુમાવવો પડ્યો છે. સાર્થકના મોત બાદ તેના પરિવારે તેની આંખોના દાનનો નિર્ણય લીધો છે. સાર્થકના પિતા આલોક કટારિયાએ કહ્યું કે, ટ્રાફીક જામમાં ફસાઇ જવાના કારણે દિકરાને હોસ્પિટલ પહોંચાડવામાં મોડું થયું. ખુબ જ મહત્વનો આ સમય વહી જવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
અહેવાલ અનુસાર આલોક કટારિયાના પિતાએ અપીલ કરી કે, મારો દિકરો તો મે ગુમાવ્યો છે પરંતુ એમ્બ્યુલન્સ અંગે ખાસ વ્યવસ્થા કરવામાં આવી જોઇએ. આ ઉપરાંત હોસ્પિટલોના ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા જોઇએ. સાર્થક મારા ખોળામાં બેઠો બેઠો મને બચાવી લો તેવી વિનંતી કરતો હતો જો કે હું મજબુર હતો. મારા હાથમાં કાંઇ જ નહોતું અને મારા દિકરાએ મારા જ હાથોમાં દમ તોડ્યો હતો.
મૃતકના પિતાએ કહ્યું કે, સાર્થક ત્રણ ભાઇ બહેનોમાંથી સૌથી નાનો હતો. સ્વાસ્થય સંબંધિત કોઇ સમસ્યા નહોતી. આલોક ટિકરિયાએ કહ્યું કે, અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. અમારા પરિવારમાં બાળકો સહિત કુલ 14 લોકો છે. સાર્થક ખુબ જ મસ્તીખોર હતો. સાર્થક રક્તદાન પણ કરવા માંગતો હતો. સગીર વયનો હોવાથી તેને પરવાનગી આપી નહોતી. સોમવારે તેની શાળાનો પ્રથમ જ દિવસ હતો.
મારા પર શાળામાં 9.15 વાગ્યે ફોન આવ્યો હતો. 9.45 એ અમે હોસ્પિટલ હતા. સાર્થકની તબિયત ખરાબ થઇ ત્યારે તે શાળાના બીજા માળે હતો. શાળાથી હોસ્પિટલ વચ્ચેનું અંતર દોઢ કિલોમીટરનું છે. ટ્રાફિકના કારણે વૈકલ્પિક રોડ પરથી ગયા અને 10 મિનિટ બગડી હતી. હોસ્પિટલ પહોંચ્યા પછી ડોક્ટર તેને આઇસીયું લઇ જવા માટે પ્રયાસ ચાલુ કર્યા. જો કે લિફ્ટ સતત વ્યસ્ત હોવાથી અમારે આઇસીયુમાં પહોંચતા મોડું થયું હતું. 10 મિનિટ અમે લિફ્ટની રાહ જોઇ હતી. આ અમુલ્ય 20 મિનિટ બગડી તેના કારણે મારા દિકરાનું મોત નિપજ્યું છે.
ADVERTISEMENT