નવી દિલ્હી: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બની ધમકી મળી છે. બપોરે 12.57 કલાકે હોસ્પિટલની લેન્ડલાઈન પર એક કોલ આવ્યો, જેના પર કોઈ અજાણ્યા વ્યક્તિએ હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી. આટલું જ નહીં, મુકેશ અંબાણી પરિવારના કેટલાક લોકોના નામ લઈને ડરાવી ધમકાવનાર વ્યક્તિએ તેમને પણ ધમકી આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પહેલા પણ એક વ્યક્તિની થઈ ધરપકડ
આ બનાવ અંગે ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે. અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી કરી રહી છે. અગાઉ પણ મુંબઈના દહિસરમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેણે મુંબઈના H.N. રિલાયન્સ હોસ્પિટલના હેલ્પલાઈન નંબર પર ધમકીભર્યા ફોન કર્યા હતા અને અંબાણી પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હતી.
100 વર્ષ જૂની છે હોસ્પિટલ
મુંબઈના સર એચ.એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ લગભગ 100 વર્ષ જૂની હોસ્પિટલ છે. રિલાયન્સ ફાઉન્ડેશન તેનું સંચાલન સંભાળે છે. થોડા વર્ષો પહેલા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. તે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી તેના ચેરપર્સન છે.
આ પહેલા રવિવારે મુંબઈ એરપોર્ટ પર ધમકીભર્યો ઈ-મેલ પણ આવ્યો હતો. જેમાં ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈ-મેલ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડને આવ્યો હતો, જે મુંબઈ એરપોર્ટનું સંચાલન કરે છે. જો કે, તપાસ બાદ તરત જ જાણવા મળ્યું કે આ એક અફવા છે, કારણ કે પ્લેનની અંદરથી કંઈપણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ અંગે કલમ 506B હેઠળ FIR નોંધવામાં આવી છે. જ્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મુકેશ અંબાણીની સુરક્ષામાં વધારો
એક સપ્તાહ પહેલા જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણીને હવે Z પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. અત્યાર સુધી તેમને Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવતી હતી. ઈન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી પર ખતરો હોવાથી ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT