વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો શું કહ્યું

અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય હાલ તો કચ્છથી 290 કિમી દૂર છે ત્યારે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તેની…

gujarattak
follow google news

અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય હાલ તો કચ્છથી 290 કિમી દૂર છે ત્યારે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તેની અસરો પણ દેખાવવા લાગી છે. જે જોતા લાગી રહ્યું છે કે ગુજરાત માટે આગામી 36 કલાક અત્યંત ભારે બની શકે છે. ત્યારે વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, ભલે હવાની ગતિમાં વધઘટ થાય પરંતું વાવાઝોડાની તીવ્રતા રહેશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભલે હવાની ગતિમાં વધઘટ થાય પરંતું વાવાઝોડાની તીવ્રતા રહેશે, કાંઠાળ વિસ્તાર દ્વારકા, ઓખા, જામનગર, પોરબંદર આ વિસ્તારમાં ભારે વરસાદ થશે. નદીમાં પૂર આવવાની શક્યતા છે. કચ્છમાં પણ વરસાદની શક્યતા. આ ઉપરાંત ઉત્તર- મધ્ય ગુજરાતમાં વિસ્તારમાં અસર થશે. પરંતું રાજસ્થાનના ભાગોમાં વધુ અસર થવાની શક્યતા છે. પાકિસ્તાન, બુલુચીસ્તાનમાં આંધીનું પ્રમાણ વધશે. કેટલાક વિસ્તારમાં વિઝિબીલિટી ઘટશે. આ વાવાઝોડાની અસર દેશમાં પણ થશે.

વાવાઝોડુ કાળો કહેર વર્તાવશે
ત્યારે ગઈકાલે અંબાલાલ પટેલે કહ્યું હતું કે, આ વાવાઝોડાની અસર કચ્છ સહિત સમગ્ર દરિયાકાંઠા વિસ્તાર સહિત સમગ્ર રાજ્ય સહીત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સુધી રહેશે. ખાસ કરીને ગુજરાતના દરિયા કાંઠે પૂર આવશે. લોકો ઘરોમાં પૂરના પાણી ઘુસી જશે, છાપરાઓ ઉડી જશે. ગત વાવાઝોડા કરતા પણ ગંભીર અસર વર્તાવશે. 650 કિલોમીટરના એરિયામાં અસર થશે. આ સમગ્ર વાવાઝોડુ કાળો કહેર વર્તાવશે.

    follow whatsapp