ધનેશ પરમાર/બનાસકાંઠા: 51 શક્તિપીઠ પૈકીના એક અને જગવિખ્યાત બનેલા અંબાજી મહાકુંભમાં લાખો યાત્રિકોએ મા અંબેના ભંડારા અને દાનપેટીઓમાં ખુલ્લા હાથે દાન કરતા દાનપેટીઓ છલકાઈ છે. અત્યાર સુધીના આંકડાઓ જોઈએ તો અંબાજીમાં અંદાજિત 4 કરોડ 41 લાખથી વધુની રકમથી ભંડારો છલકાયો.
ADVERTISEMENT
5 દિવસમાં 20 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા
છેલ્લા પાંચ દિવસમાં 20 લાખ કરતા વધુ લોકોએ મા અંબાના દર્શન કર્યા છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આમ અંબાજીમાં આવતા ભક્તોના દાનથી મંદિરનો ભંડારો છલકાયો. જેની ગણતરી ખાસ મોનીટરીંગ અધિકારીઓ અને સીસીટીવી કેમેરા સામે કરાય છે. જેમાં અંબાજી મંદિર ટ્રસ્ટ કર્મચારીઓ અને અન્યો જોડાય છે.
10, 20, 500, 2000ની નોટોના અલગ-અલગ બંડલ બનાવાયા
દાનપેટીમાં આવેલી રકમને 10,20 અને 50 તેમજ 100 અને 500 તેમજ 2000ની નોટોને અલગ તારવી તેના બંડલ બનાવાયા છે. જેનો ગણતરી રેકોર્ડ નિત્ય અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને વહીવટદારને માહિતી સાથે રજુ કરાય છે.
વિદેશથી પણ આવ્યા માઇ ભક્તો
નોંધનીય છે કે, પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં બે વર્ષ બાદ ભાદરવી મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે. આ મેળાનું સમગ્ર દેશમાં મોટું મહત્વ હોવાથી આસ્થા સાથે જોડાયેલ અને વિદેશમાં વસતા અનેક યાત્રિકો, આ મહાકુંભમાં ભાગ લેવા ખાસ વિદેશથી અહીં અંબાજી દર્શને પહોંચ્યા હતા. મા અંબા પ્રત્યેની સંવેદનાઓ અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. હાલના આ મહાકુંભમાં એક અંદાજ મુજબ 30 લાખ યાત્રિકો પૂનમ સુધીમાં મા અંબાના ધામમાં ચાલતા અને વિવિધ સંઘો લઇ ધ્વજારોહણ કરે છે.
ADVERTISEMENT