Ambaji Mohanthal News: શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ માટે વપરાતા ઘી શંકાસ્પદ લાગતા ફૂડ વિભાગે સેમ્પલ લીધા, ઘીનું સેમ્પલ ફેલ થતા પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સ પર કાર્યવાહી થશે, પોલીસ મથકે ફરીયાદનો ધમધમાટ શરૂ કર્યો છે. આટલુ તો આપ જાણતા હશો પરંતુ અંબાજીના પ્રસાદમાં વપરાતા ઘીની ક્વોલિટીને લઈને હવે મોહિની કેટરર્સ દ્વારા ચોંકાવનારી વાત કરવામાં આવી છે. કેટરર્સનું કહેવું છે કે અમે આ જીએસટી સાથેનું પાક્કા બિલ સાથે ખરીદેલો માલ છે. અમે જ્યાંથી માલ ખરીદ્યો છે હવે તેની સામે કાર્યવાહી કરીશું.
ADVERTISEMENT
અંબાજી ખાતે તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બનાવતી કંપની મોહિની કેટરર્સ છેલ્લા 5 વર્ષ થી કામગીરી સંભાળે છે.અંબાજી મંદિર ખાતે પ્રસાદ ની કામગીરી જુના ભોજનાલય ખાતે બનાવવામાં આવે છે ત્યારે અવારનવાર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સેમ્પલ લેતુ હોય છે ત્યારે 28 ઓગસ્ટના રોજ મોહિની કેટરર્સના ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમા તેમના ઘીના સેમ્પલ ફેલ થયા છે. ફૂડ વિભાગે ભાદરવી પૂનમ પહેલા 180 ઘીના ડબ્બા શંકાસ્પદ લાગતા તેમને આ ઘીના ડબા ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
લોકો 4.61 કરોડનો પ્રસાદ લઈ ગયા
વિભાગ દ્વારા આ ઘી ના ડબાઓ સિઝ કર્યા હતા. ત્યારે ઘીના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાવવામાં આવ્યા હતા. જેના સેમ્પલનો રિપોર્ટ આવતા તે સેમ્પલો ફેલ થયા છે. મોહિની કેટરર્સ અંબાજીમાં મોહનથાળનું પ્રસાદ બનાવે છે અને તેમાં ઘીનો ઉપયોગ થતો હોય છે. ત્યારે ફુડ વિભાગે ઘીના ડબ્બાઓનું સેમ્પલ લેતા તેનું રિપોર્ટ ફેલ સાબિત થયું છે. 7 દિવસ ચાલેલા મહામેળામાં 45 લાખ લોકોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેમાં મંદિરને 4 કરોડ 61 લાખની પ્રસાદની આવક થઈ હતી. મોહિની કેટરર્સના મેનેજરે જણાવ્યું હતું કે અમે આ તમામ ઘી અમદાવાદની નીલકંઠ ટ્રેડર્સથી પાકા જી એસટી બિલ સાથે ખરીદી કરી છે. અમે આ ટ્રેડર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. તો બીજી તરફ અંબાજી મંદિરના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે 30 તારીખે આ મોહિની કેટરર્સ નો કોન્ટ્રાકટ પુરો થઇ ગયો છે અને અમે આ કંપની નો કોન્ટ્રાકટ રીન્યુ કર્યો નથી અને આ કેટરર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Ambaji Prashad News: અંબાજીના પ્રસાદની ખરાબ ક્વોલિટી અંગે બોલ્યા ફૂડ & ડ્રગ….
‘સીઝ થયેલો જથ્થો વાપવા નથી દીધો’
યાત્રાધામ અંબાજીમાં મોહનથાળ બનાવતી મોહિની કેટરર્સ એજન્સીના ઘીના સેમ્પલ ફેલ થયા છે. અંબાજીમાંથી ફૂડ વિભાગે ઘીના સેમ્પલ લીધા હતા જે ફેલ થયા છે. ફૂડ વિભાગે ભાદરવી પૂનમ પહેલા 180 ઘીના ડબ્બા સિઝ કર્યા હતા. ત્યારે ઘીના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ રિપોર્ટ આવતા તે સેમ્પલો ફેલ થયા છે. મોહિની કેટરર્સ અંબાજીમાં મોહનથાળનું પ્રસાદ છેલ્લા 5 વર્ષથી બનાવે છે અને તેમાં ઘીનો ઉપયોગ થતો હોય છે. ત્યારે ફુડ વિભાગે ઘીના ડબ્બાઓનું સેમ્પલ લેતા તેનું રિપોર્ટ ફેલ સાબિત થયું છે. 7 દિવસ ચાલેલા મહામેળામાં 48 લાખ લોકોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેમાં મંદિરને 4 કરોડ 61 લાખની પ્રસાદની આવક થઈ હતી.અમુલ ઘીના ડબા મોહનથાળ પ્રસાદઘર મા જોવા મળ્યા. 28 ઓગસ્ટના રોજ લેવાયુ સેમ્પલ હવે ફેલ નીકળ્યું. બીજી તરફ મોહિની કેટરર્સ ના અંબાજીના મેનેજરે જણાવ્યું હતું કે અમે પાકા જીએસટી બિલ સાથે ખરીદી કરી છે.બીજી તરફ અંબાજીના સ્થાનીક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. આ વિશે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમના મેળા દરમિયાન મોટા પ્રમાણમાં પ્રસાદ બનાવવાનું કામ હોય છે. જેથી મોટી માત્રામાં પ્રસાદ માટે ઘીનો વપરાશ થાય છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 28 ઓગસ્ટના રોજ ઘીનું સેમ્પલ લેવાયુ હતું અને આ સેમ્પલ હવે ફેલ નીકળ્યું છે. આ આખો જથ્થો અમે સીલ કરી લીધો હતો. આ જથ્થામાંથી કોઈ પણ ઘી અમે વાપરવા દીધુ નથી. આ બાદ અમે બનાસ ડેરીમાં વાત કરીને ઘીના જથ્થાની વ્યવસ્થા કરી હતી. આખા મેળા દરમિયાન જે પણ ઘી વપરાયુ છે, જે પણ વસ્તુઓ વપરાઈ છે તે ઉચ્ચ ગુણવત્તાવાળી છે. નિયમ અનુસાર, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ એક્શન લેશે. આ જથ્થા પર લેબલ અમુલનું હતું. હવે આ સમગ્ર મામલો ફરીથી ચર્ચામાં આવ્યો છે. ભાદરવી મેળા બાદ હજુ સુધી મોહિની કેટરર્સ તરફથી મોહનથાળ બનાવવાની કામગીરી શરુ કરાઈ નથી કેમકે હજુ સ્ટોક મોટી સંખ્યામાં પડેલો છે.
ADVERTISEMENT