ધનેશ પરમાર, બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન ગુજરાતમાં નેતાઓનો આંતરિક વિખવાદ પણ હવે સ્ટેજ પર જોવા મળી રહ્યો છે. પક્ષ ટિકિટ જાહેર કરે તે પહેલા નેતાઓ પોતાને ઉમેદવાર જાહેર કરવા લાગ્યા છે. ત્યારે રાધનપુરની સીટ પરથી અલ્પેશ ઠાકોરને પરણાવવા માટે એલાન કરી દીધું છે. જેના કારણે ઠાકોર સમાજની અંદર ફાંટા પડી ગયા છે. આ બાબતે અપલેશ ઠાકોરે કહ્યું કે મેં એવું તે શું બગાડ્યું હતું કે 2019માં બધા મને હરાવવા આવી ગયા હતા. કેટલા વિડિઓ બનાવીને જેમતેમ બોલે છે તે ને કહું છું આવજોને ચૂંટણી પત્યા પછી આ એજ અલ્પેશ ઠાકોર છું.
ADVERTISEMENT
દિયોદરના કોતરવાડામાં અલ્પેશ ઠાકોર સમાજના એક જાહેર કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જયાં તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં સમાજમાં શિક્ષણના કારણે ખૂબ મોટો બદલાવ આવ્યો છે. છેલ્લી 10 ભારતીયોમાં અનેક સમાજના દીકરી-દીકરાઓ નોકરીએ લાગ્યા છે. આજે સમાજના દીકરાઓ ભણીને આગળ ગયા છે ખેતી પણ આધુનિક કરવા લાગ્યા છે આજ બદલાવ છે. મારા માટે ઘણા લોકોને અનેક સવાલ થતા હશે. હું જ્યારે વ્યસન મુક્તિને લઈને નીકળ્યો ત્યારે લોકોએ મારી મશ્કરીઓ કરી હતી. એક લેબલ લાગી ગયું કે દારૂ એટલે આપણા સમાજવાળાએ બદલાવ થઈને રહ્યો. જ્યારે દારૂબંધીની વાત કરી ત્યારે લોકો કહેતા હતા કે આ દારૂ તો બંધ કરાવો છો તો આ બુટલેગરોનું શુ થશે? પરંતુ આજે સમાજના દીકરા દીકરીઓમાં ધંધા રોજગાર અને પ્રગતિની ભૂખ લાગી છે.
સમાજના કામ માટે રાજનીતિ પસંદ કરી
રાજનીતિ એ માટે કરી કે આપણા સમાજને ફાયદો થાય દરેક સમાજના લોકોએ સરકારમાં બેઠેલા લોકોની મદદ લીધી છે. મેં રાજનીતિ એટલે પસંદ કરી કે સમાજના કામ થાય. હું આંદોલનમાંથી આવ્યો છું તો સમાજની મારી ઉપર વધારે અપેક્ષા છે. આ સમાજને સરકારની જરૂર છે. મને વ્યક્તિગત તો બહુ મળ્યું છે, પણ મારા સમાજ માટે બહુ ખૂટે છે. સમાજની તકલીફો અને બદલાવ લાવવા માટે મથી રહ્યો છું. જે લોકો મને ગાળો દેતા હોય તો દે એની પરવાહ નથી. કેટલાક ફેસબુક, વોટ્સપ અને સોશિયલ મીડિયામાં બેઠા બેઠા લોકો જ્યારે કોઈની ચિંતા નથી કરી તેવો મારી ખામી કાઢી છે. ચૂંટણીઓ આવી એટલે કુવાના દેડકાઓ બહાર નીકળી પડ્યા છે. સાંજે 6-7 વાગ્યે તો એ ટુલ્લી થઈને ફરે છે. પણ એવા લોકો સમાજને ગુમરાહ કરવા અને અહિંત કરવાનું કાર્ય કરે છે.
અલ્પેશની ધમકી
હું 2017ની ચૂંટણી રાધનપુરથી લડ્યો તો બધા લોકો ત્યાં આવી ગયા. 2019માં જે લોકો ઝોળીઓ ફેલાવતા હતા તે જ હવે મારા દુશ્મન થઈ ગયા. અલ્પેશ ઠાકોરના હારવાથી ગુજરાતના ઠાકોર સમાજનું કેટલું અહિંત થયું છે એ તમને ખબર છે. આજે પણ એ લોકો કહે છે અમે અલ્પેશ ઠાકોરને હરાવવા પહોંચી જઈશું. દરેક સમાજોએ પોતાના લોકોને સરકારમાં મોકલીને તેમનો વિકાસ કર્યો છે.દરેક સમાજોએ પોતાના લોકોને સરકારમાં મોકલીને તેમનો વિકાસ કર્યો છે. ફક્ત ધારસભ્ય મંત્રી બનવું સપનું નથી પણ એવી જગ્યાએ મારા સમાજના લોકોને ત્યાં બેસાડવા છે જ્યાં તેમનું સપનું છે. મેં એવું તે શું બગાડ્યું હતું કે 2019માં બધા મને હરાવવા આવી ગયા હતા. કેટલા વિડિઓ બનાવીને જેમ તેમ બોલે છે તેને કહું છું આવજો ને ચૂંટણી પત્યા પછી આ એ જ અલ્પેશ ઠાકોર છે. ગુજરાતના ઇતિહાસમાં આ વખતે 150 સીટો ન આવે તો મને કહેજો. મને કહું છું સામા પવનને ન જતા. વા લોકોને કહેજો કે રાધનપુર અલ્પેશ ઠાકોરને હરાવવા ગયા હતા તો હજુ પણ જજો.
ADVERTISEMENT