ગાંધીનગર: રાજ્યમાં ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ દરમિયાન 15 મી વિધાનસભાનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આંદોલનકારી નેતા અલ્પેશ ઠાકોરે પોતાની જ સરકારની ચિંતા વધારી દીધી છે. અલ્પેશ ઠાકોરે ગૃહમાં કહ્યું કે, સરકારી અનાજ ના જથ્થામાં વ્યક્તિ દીઠ 200-500 ગ્રામ ઓછુ મળી રહ્યું છે.
ADVERTISEMENT
વિધાનસભા ગૃહમાં ભાજપના જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ફરીયાદથી અનેક સવાલો ઉઠયા છે. અલ્પેશ ઠાકોરે સરકારી અનાજના જથ્થામાં વ્યક્તિ દીઠ 200-500 ગ્રામ ઓછુ મળટી હોવાની ફરિયાદ કરી છે. આ સાથે જ અલ્પેશ ઠાકોરે ગૃહમાં કહ્યું કે, થંબ અને બિલ પણ આપવામાં આવતું નથી.
અમદાવાદમાં અનાજ સગેવગે કરવાની 21 ઘટના
જમાલપુર ના ધારાસભ્ય ઇમરાન ખેડવાલાના સવાલ પર સરકારે જવાબ આપતા કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં સસ્તા અનાજ નો જથો સગેવગે કરવાની કુલ 21 ઘટનાઓ બની. સરકારે ગેરરીતિ આચરનાર દુકાનદારો પૈકીના 2 ના પરવાના રદ અને 2ના પરવાના મોકૂફ કરવામાં આવ્યા. રાજ્ય સરકારે કુલ 7,32,800 નો દંડ પણ કર્યો.
સરકારની કબૂલાત
પોરબંદરના બે તાલુકાઓમાંથી સસ્તા અનાજનો મોટો જથ્થો બારોબાર વેચાયાની સરકારે કબૂલાત કરી છે. રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં છેલ્લા 2 વર્ષમાં સરકારી અનાજનું કૌભાંડ થયાનો સરકારે સ્વીકાર કર્યો છે. આ બંને તાલુકાની 32 દુકાનોમાંથી કુલ રૂ. 22737નો 10393 કિલો ઘઉંનો જથ્થો બારોબાર વેચાયો. બંને તાલુકાની 32 દુકાનોમાંથી કુલ રૂ. 14418નો 3406 કિલો ચોખાનો જથ્થો બારોબાર વેચાયો છે.
અલ્પેશ ઠાકોરે જીતી અને રચ્યો ઇતિહાસ
ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપે જીત ઇતિહાસ બનાવ્યો છે. પાંચમાંથી ત્રણ બેઠકો પર ભાજપે જંગી લીડ સાથે અનેક રેકર્ડ તોડાયા છે. જેમાં એક રેકર્ડ અલ્પેશ ઠાકોરના નામે નોંધાયો હતો. જિલ્લાની વિધાનસભા બેઠકો પર 1962થી લઈને 2022 સુધી 58 ધારાસભ્યો ચૂંટાયા છે. જેમાં 60 વર્ષની સૌથી મોટી લીડનો રેકર્ડ અલ્પેશ ઠાકોરના નામે નોંધાયો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT