પાટણ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાધનપુર બેઠકને લઈને ભાજપમાં ફરી એકવાર આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ભાજપના સ્થાનિક આગેવાનો દ્વારા અગાઉ અનેકવાર સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવાની માણગી કરાઈ છે. જ્યારે પાટીલે થોડા સમય પહેલા આ બેઠક પરથી અલ્પેશ ઠાકોરને ટિકિટ મળવાના સંકેત આપ્યા હતા. ત્યારે ગઈકાલે રવિવારે ફરી એકવાર અલ્પેશ ઠાકોર વિરુદ્ધ ઠાકોર સમાજમાંથી જ વિરોધના સૂર ઉઠ્યા હતા.
ADVERTISEMENT
સુરેશ ઠાકોરે જ કર્યો અલ્પેશ ઠાકોરનો વિરોધ
સમીના રણાવાળા ખાતે યાજાયેલા એક સંમેલનમાં ઠાકોર સમાજના અગ્રણી સુરેશ ઠાકોરે અલ્પેશ ઠાકોરનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, અલ્પેશ ઠાકોર તો ઠાકોર સમાજને પતાવવાનું મશીન છે. એનો ઠાકોર સમાજને પતાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે. જ્યાં પણ હોય એને મૂકવાનો, પ્રચાર કરાવવાનો, અને ઠાકોરોને હરાવવાના અને ઠાકોરોની વાત કરે છે અને ઠાકોર સમાજના નામે સંગઠન બનાવીને ચાલે છે. કોને બનાવો છો તમે. એકબાજુ રાધનપુર વિધાનસભામાં તમે સમાજને એમ કહો છો, હું સમાજ માટે આવ્યો છું, જ્યારે બીજી વિધાનસભામાં ઠાકોર સમાજના ઉમેદવાર સામે પ્રચાર કરો છો તમે. એ બે વાતો નહીં ચાલે.
રાધનપુરમાં જ અલ્પેશ ઠાકોર સામે ભાજપના આગેવાનોએ મોરચો માંડ્યો
નોંધનીય છે કે, 11મી ઓક્ટોબરે જ ભાજપના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર દ્વારા આગામી 11 તારીખે સમીના રણાવાડા ગામે યોજાશે મહાસંમેલન યોજાયું હતું. જેમાં ‘જીતશે સ્થાનિક, હારશે બહારનો, લડશે સ્થાનિક, જીતશે સ્થાનિક’ સૂત્રોચ્ચાર કરાયો હતો. આ દરમિયાન રણાવાડા ગામ ખાતે રાધનપુર વિધાનસભા અઢારે આલમના મહાસંમેલનમાં ચૌધરી, ઠાકોર, માલધારી અને આહિર સમાજના લોકોએ હાજરી આપી હતી. જે બાદ અલ્પેશ ઠાકોરે પણ તમામ વિવાદો વચ્ચે સમી તાલુકામાં જનસભા સંબોધી હતી અને ટિકિટ મુદ્દે નિવેદન આપ્યું હતું કે, ઠાકોર સમાજે એકસાથે રહેવાનું છે.
ADVERTISEMENT