પાટણઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પાટણમાં રાજકીય ઉથલ પાથળ થાય એવા એંધાણ જણાઈ રહ્યા છે. આ દરમિયાન ભાજપમાં જ સ્થાનિક આગેવાનોમાં આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. ટિકિટ લેવા મુદ્દે અલ્પેશ ઠાકોરનો જ વિરોધ ભાજપના દિગ્ગજો કરી રહ્યા છે. તેઓ સ્થાનિક નેતાને જ પસંદ કરી વોટ આપવા માટે જનતાને સંબોધતા નજરે પડ્યા હતા. આ દરમિયાન બે દિગ્ગજ ઠાકોર નેતાઓએ ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું છે.
ADVERTISEMENT
2 ભાજપના દિગ્ગજો મેદાનમાં…
એક બાજુ વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે તો બીજી બાજુ સી.આર.પાટીલે અલ્પેશ ઠાકોરને ટિકિટ મળશે એના સંકેતો આપતા રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે નગરજી ઠાકોર અને લવિંગજી ઠાકોર દ્વારા સ્થાનિક ઉમેદવાર ચૂંટણી લડવા ઉભો રહે એની માગ કરાઈ રહી છે. આની સાથે જીતશે પણ સ્થાનિક, હારશે બહારનો, લડશે સ્થાનિક એવા સુત્રોચ્ચાર કરાઈ રહ્યા છે. આ દરમિયાન રણાવાડા ગામ ખાતે રાધનપુર વિધાનસભા અઢારે આલમના મહાસંમેલનમાં ચૌધરી, ઠાકોર, માલધારી અને આહિર સમાજના લોકોએ હાજરી આપી હતી.
સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવા માગ…
જ્યારથી ભાજપ અલ્પેશ ઠાકોરને ટિકિટ આપશે એવા સંકેતો મળ્યા છે. ત્યારથી સ્થાનિક ઉમેદવારને જ આ તક મળવી જોઈએ એ વિવાદ સામે આવ્યો છે. આ દરમિયાન રાધનપુરના પૂર્વ ધારાસભ્યોએ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધના સૂત્રોચ્ચાર કર્યા છે.
સી.આર.પાટીલે શું કહ્યું હતું…
અગાઉ સી.આર.પાટીલે કહ્યું કે અલ્પેશ ઠાકોર સિનિયર નેતા છે. તથા તે ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરશે અને જીતશે પણ ખરા. હું ચૂંટણી જીતવાની શુભેચ્છા પાઠવી રહ્યો છું. જોકે ટિકિટ આપવાનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા કરાશે.
ADVERTISEMENT