સુરત: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીના દિવસે સુરતની વરાછા બેઠકો ભાજપ અને AAP વચ્ચે બરાબરીની ટક્કર જામી રહી છે. જોકે આજે ચૂંટણીના દિવસે ભરત મિલાપ જેવા દ્રશ્યો સર્જાયા હતા. અલ્પેશ કથીરિયા મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં તેમની મુલાકાત ભાજપના ઉમેદવાર એવા કુમાર કાનાણી સાથે થઈ ગઈ હતી. જોકે બે પ્રતિદ્વંદ્વી આમને સામને આવતા અલ્પેશે સીનિયર નેતાના પગે લાગીને આશીર્વાદ લીધા હતા.
ADVERTISEMENT
કુમાર કાકાના પગે લાગ્યા અલ્પેશ કથીરિયા
AAPના વરાછાના ઉમેદવાર મત આપવા માટે જતા મતદાન મથક બહાર જ કુમાર કાનાણી સાથે તેમનો ભેટો થઈ ગયો હતો. ચૂંટણી પ્રચારમાં એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા કટ્ટર હરીફ એવા કાકા-ભત્રીજાએ આજે ગળે મળ્યા. બાદમાં અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા. આ બાદ અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, કુમાર કાકા વડીલ થે એટલે મારી ફરજ છે આશીર્વાદ લેવા. હું રાજનીતિમાં નવો છું એટલે આશીર્વાદ લેવા જરૂરી બને.વરાછા ની જનતા જાગૃત છે સમજી ને મતદાન કરશે.
અલ્પેશ કથિરિયાએ ખભા પર બેસાડવાનું નિવેદન આપ્યું હતું
સુરતના વરાછા વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથિરિયાએ આ જ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીને પડકાર ફેંક્યો હતો. તેઓએ કાકા તરીકે સંબોધન કરતાં કહ્યું કે, કાકા ભત્રીજો હોવાથી હું તમને ખાતરી આપું છું અને પહેલી ડિસેમ્બરે તમારો જન્મ દિવસ છે. કાકા તો વરાછાની જનતાને તમને મત આપવાની અપીલ કરું છું. કાકા 1 તારીખે તમારો જન્મ દિવસ છે તો જો તમે જીતશો તો હું તમને માનગઢ ચોક પર મારા ખભા પર બેસાડીશ.
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT