અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે 29 નવેમ્બરે GUJARAT TAK બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ ભાજપને તક્ષશિલા કાંડ અને પેપર લીક મુદ્દે ઘરી હતી. તેમણે આની સાથે ગુજરાતના અમદાવાદમાં ચાઈલ્ડ રેપ કેસનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સરકારે છેલ્લા 20થી વધુ વર્ષમાં ગુજરાતમાં એકપણ મેડિકલ કોલેજ ખોલી નથી. સરકારે છેલ્લા 2 દશકાથી સરકારે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં કઈ કર્યું નથી. સરકારે પ્રાઈવેટાઈઝેશન જ કર્યું છે.
ADVERTISEMENT
ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનું નામકરણ થયું
આલોક શર્માએ ગુજરાત તક બેઠકમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે અત્યારે ભાજપના રાજમાં ભ્રષ્ટાચારને હવે વ્યવહાર તરીકે ઓળખાય છે. તેનું નામકરણ થઈ ગયું હોય એમ લાગી રહ્યું છે. ભાજપના શાસનમાં ગુજરાતના માથે તોતિંગ દેવું વધી ગયું છે. વેપારમાં ભાજપના શાસન પહેલા ગુજરાત આગળ હતુ હવે તો પાછળ જતુ રહ્યું છે. દેવામાં ગુજરાત ડૂબી ગયું છે.
તક્ષશિલા કાંડ અને પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો
કોંગ્રેસના આલોક શર્માએ કહ્યું કે તક્ષશિલા કાંડ અને પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો. આની સાથે ગુજરાતમાં દારુબંધી હોવા છતા કેમિકલ કાંડ થઈ રહ્યા છે. લોકોના મોત થઈ રહ્યા છે. ગુજરાતમાં તક્ષશિલા કાંડ થઈ રહ્યો છે અને પેપર લીક પણ થઈ રહ્યું છે.
ગુજરાત સરકારને સુરક્ષા મુદ્દે ઘેરી
ગુજરાત રાજ્યમાં ચાઈલ્ડ રેપના કિસ્સા વધ્યા હોવાનું આલોક શર્માએ જણાવ્યું હતું. તેમણે ચાઈલ્ડ રેપમાં ગુજરાતનું અમદાવાદ શહેર છઠ્ઠા નંબર પર હોવાનો દાવો કર્યો છે. આની સાથે તેમણે શિક્ષણ અને આરોગ્ય મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં શાળાઓ બંધ કરવાનો સમય આવી ગયો છે. યોગ્ય આરોગ્યની સુવિધાઓ પણ મળી રહી નથી.
ADVERTISEMENT