IPS અધિકારી પર નોકરી અપાવવાના બહાને ઉમેદવારો પાસેથી રૂ.50 લાખ લેવાનો આક્ષેપ, ગૃહમંત્રીને થઈ ફરિયાદ

શાર્દુલ ગજ્જર/ગોધરા: IPS મોહિત જાની અને તેમની પત્ની જાગૃતિ જાની સામે નોકરીના બહાને લાખો રૂપિયા લઈને ચાંઉ કરી જવાની અરજી કરવામાં આવી છે. અરજદાર જશુભાઈ…

gujarattak
follow google news

શાર્દુલ ગજ્જર/ગોધરા: IPS મોહિત જાની અને તેમની પત્ની જાગૃતિ જાની સામે નોકરીના બહાને લાખો રૂપિયા લઈને ચાંઉ કરી જવાની અરજી કરવામાં આવી છે. અરજદાર જશુભાઈ દ્વારા અરજી કરવામાં આવી છે, જે મુજબ તેઓ IPSના ઘરે રસોયા તરીકે કામ કરતા હતા. ગોધરા તાલુકાના સરસાવ ગામે રહેતા અને સરકારી નોકરીની ખેવનાઓમાં દસ જેટલા યુવાનોએ પોતાના પરિવારમાં ભેગી કરેલ જમા પુંજી અને દર દાગીના સહિત જમનીને ગીરવે મૂકીને 50 લાખ જેટલી રકમ એકઠી કરીને વડોદરાના SRP ગૃપ 9 ના તત્કાલિન IPS કમાન્ડર અધિકારીને આપ્યા હતા. ત્યારબાદ કમાન્ડર મોહિત જાની દ્વારા નોકરી મળી જશે તેવા વાયદાઓ આપતા રહ્યા. જોકે નોકરી ન મળતા આખરે આ દસ જેટલા યુવાનોએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે.

2021માં નોકરી અપાવવાના બહાને લીધા પૈસા
મળતી માહિતી અનુસાર, વડોદરાના મકરપુરા ખાતેના SRP ગૃપ 9 માં વર્ષ 2021 માં આઇપીએસ અધીકારી મોહિત.ડી.જાની કમાન્ડર તરીકે ફરજ બજાવતાં હતા. તેઓના બંગલે આસિસ્ટન્ટ કૂક તરીકે જશવંતભાઇ રાયજીભાઇ બારીયા નોકરી કરતો હતો. જશવંતભાઇ મારફતે આઇપીએસ અધિકારી અને તેમની પત્ની જાગૃતિબેન દ્વારા સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને ગોધરા તાલુકાના 10 યુવાનો પાસેથી રૂ.50 લાખ લીધા બાદ સરકારી નોકરી નહીં આપીને છેતરપીંડી કરી હોવાની આક્ષેપ થયો છે. જશવંતભાઇ બારીયાએ આક્ષેપ કરેલી અરજીમાં જણાવ્યું છે કે વર્ષ 2021 માં SRP ગૃપ-9 ના કમાન્ડર મોહીત જાની તથા તેમની પત્ની જાગૃતિબેન દ્વારા કાયદેસરની વર્ગ-4ની કાયમી ભરતી કરવાનું ટેન્ડર આવેલું છે.

આ પણ વાંચો: અમરેલીની ખાનગી કંપનીમાં સિંહનું ‘સરપ્રાઈઝ ચેકિંગ’- જુઓ Video, તરત માર્યો યુટર્ન ‘આપણો વિષય નહીં’

યુવક દીઠ રૂ.5 લાખની માગણી કરી
જેથી કોઇ યોગ્ય છોકરાઓ હોય તો અમને જાણકારી આપશો તેમ કહ્યું હતું. જેથી આસિસ્ટન્ટ કૂક જશવંતભાઇએ 10 યુવાનો નામો અને ડોકયુમેન્ટ આપ્યા હતા. આઈપીએસ એ કાયમી નોકરીનો ઓર્ડર આપવાના હોવાથી એક વ્યક્તિ દીઠ રૂ.5 લાખની માંગણી કરી હતી. 10 યુવાનોના રૂ.35 લાખ એપ્રિલ-2021 માં મોહિત જાનીના બંગલે લીધા અને બાકીના 15 લાખ લેવા મોહીત જાની તથા તેમની પત્ની સરકારી ડ્રાઇવર સાથે ગાડીમાં બેસીને ગોધરાના ઓરવાડા ગામેથી લીધા હતા. ત્યારબાદ નોકરીના ઓર્ડરની માંગણી કરતાં મોહીત જાની ખોટા ખોટા વાયદાઓ કરી હજુ થોડો સમય લાગશે નોકરી મળી જશે તેવી બાંહેધરી આપી હતી. આક્ષેક છે કે, IPS મોહિત જાનીએ આ યુવાનોને નોકરી પણ અપાવી નથી અને આજ સુધી નાણા પણ પાછા આપ્યાં નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp