કૌશલ જોશી, ગીર સોમનાથઃ ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ નેતાઓની સમસ્યામાં પણ વધવા લાગી છે. વર્ષોથી કોંગ્રેસ સાથે કામ કરનાર અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ભગુ વાળા સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. વિશ્વાસ ફિલ્મસ ક્રીએશનના નામે યુવતીને કામ આપવાની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જો કે હાલ આ યુવતીને મેડીકલ ચેકઅપ માટે મોકલવામાં આવી છે. દુષ્કર્મની ફરિયાદથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
વેરાવળમાં કાસ્ટીંગ કાઉચનો કિસ્સો આવ્યો સામે છે. યુવતીને મોડેલ તરીકે કાસ્ટ કરવા રાજકીય નેતા અને વિશ્વાસ ફિલ્મ્સ નામની વિડીયો મેકીંગ એજન્સીના માલિકે પોતાના ફ્લેટ પર યુવતી પર દુષ્કર્મ આચર્યું છે. વેરાવળ શહેરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે કામ કરનાર અને અને તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં ભળેલા નેતા ભગુ વાળા વિરુદ્ધ યૂવતીએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે.
સોમનાથ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ હતા ભગુ વાળા
આરોપી ભગુ વાળા થોડા મહિના પેહલા જ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના ઊપપ્રમૂખ હતા. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આરોપી વિશ્વાસ ફિલ્મસ નામની વિડીયો મેકિંગ એજન્સીનો માલિક હોય જેથી યૂવતીઓને મોડેલિંગ માટે બોલાવી તેનો ગેરલાભ લેતો હોવાનો ફરીયાદીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજેન્દ્ર ભવન રોડ પર ઓફીસ ધરાવતા આ આરોપી ભગુ વાળાએ પોતાના ફ્લેટમા બોલાવી પ્રસિદ્ધ કરાવી દઈશ અને મોડેલ બનાવી દઈશ તેવી લાલચ આપી પર બળાત્કાર ગૂજાર્યાની ફરીયાદ એક યુવતી દ્વારા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી હતી.
ADVERTISEMENT