Congress Account frozen: કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. પાર્ટીના પ્રવક્તા અજય માકને શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આવકવેરા વિભાગે 2018-19ના આવકવેરા રિટર્નના આધારે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. તેમણે કહ્યું કે આવકવેરા વિભાગે આ બંને ખાતામાંથી 210 કરોડ રૂપિયાની રિકવરીનો પણ આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે, અમારા એકાઉન્ટમાં ક્રાઉડફંડિંગ દ્વારા જે પણ રકમ એકઠી કરવામાં આવી છે, તેને અમારી પહોંચથી દૂર કરી દેવામાં આવી છે. માકને કહ્યું કે, ચૂંટણીની જાહેરાત પહેલા જ વિપક્ષી પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ લોકતંત્રને ફ્રીઝ કરવા જેવું જ છે. અજય માકને જણાવ્યું કે, આ ખાતામાં એક મહિનાનો પગાર પણ જમા થયો છે. અમે આવકવેરા વિભાગને દાન આપનારાઓના નામ પણ આપ્યા છે. ભાજપ પર આરોપ લગાવતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે શું તેઓ એવું ઈચ્છે છે કે દેશમાં માત્ર એક જ પાર્ટી રહે.
કુલ 4 એકાઉન્ટને કરાયા ફ્રીઝઃ કોંગ્રેસ નેતા
અજય માકને કહ્યું કે, "અમને એક દિવસ પહેલા જ જાણકારી મળી હતી કે બેંકોને અમે જે ચેક મોકલી રહ્યા હતા, તે ચેક ક્લિયર થઈ રહ્યા નહતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે યુથ કોંગ્રેસના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. આ સાથે કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવ્યું હોવાનું પોણ સામે આવ્યું છે. કુલ ચાર એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે.''
'આવકવેરા વિભાગે બેંકોને આપી છે સૂચના'
તેઓએ જણાવ્યું કે, આવકવેરા વિભાગે બેંકોને સૂચના આપી છે કે અમારા એકપણ ચેક સ્વીકારવામાં ન આવે અને અમારા ખાતામાં જે પણ રકમ છે તેને રિકવરી માટે રાખવામાં આવે. આવકવેરા વિભાગે 210 કરોડ રૂપિયાની રિકવરી માંગી છે.
ADVERTISEMENT