મધ્યપ્રદેશના મુરૈનામાં મોટી દુર્ઘટના, એરફોર્સનું સુખોઈ-30 અને મિરાજ-2000 ફાઈટર જેટ ક્રેશ

મધ્યપ્રદેશ: રાજ્યના મુરૈનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં વાયુસેનાના બે ફાઈટર જેટ સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ થયા હતા. માહિતી મળતાની સાથે…

gujarattak
follow google news

મધ્યપ્રદેશ: રાજ્યના મુરૈનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં વાયુસેનાના બે ફાઈટર જેટ સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ થયા હતા. માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી, ગ્વાલિયર એરબેઝ પર પ્રેક્ટિસ ચાલી રહી હતી.

અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.  મુરૈનાના કલેક્ટરે જણાવ્યું કે, જેટ પ્લેન સવારે સાડા પાંચ વાગ્યે ક્રેશ થયું હતું. બંને પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. દુર્ઘટના બાદ એરફોર્સે મામલાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીની સ્થાપના કરી છે. જે જોશે કે બંને વિમાનો એકબીજા સાથે અથડાયા કે અન્ય કોઈ કારણથી દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી મુજબ, દુર્ઘટના સમયે સુખોઈ 30માં બે પાઈલટ હતા જ્યારે મિરાજ 2000માં એક પાઈલટ હતો. કહેવામાં આવી રહ્યું છે કે 2 પાયલટ સુરક્ષિત છે. જ્યારે એરફોર્સનું એક હેલિકોપ્ટર ત્રીજા પાયલટના સ્થાન પર પહોંચી રહ્યું છે.

થોડા સમય પહેલા જ યુપીના આગ્રાથી ઉડતું હેલિકોપ્ટર રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં ક્રેશ થયું હતું.   રહેણાંક વિસ્તારમાં આ પ્લાન ક્રેશ થયું નથી. જિલ્લા કલેક્ટર આલોક રંજને જણાવ્યું કે, ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

વિમાન દુર્ઘટના પર CM શિવરાજે ટ્વિટ કર્યું

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અકસ્માત પર ટ્વિટ કર્યું. જેમાં તેણે લખ્યું છે કે, “મુરૈનામાં કોલારસ પાસે વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ-2000 વિમાનના ક્રેશ થવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. મેં સ્થાનિક પ્રશાસનને ઝડપી બચાવ અને રાહત કાર્યમાં વાયુસેનાને સહયોગ આપવા સૂચના આપી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વિમાનોના પાઇલોટ્સ  સુરક્ષિત રહે.”


તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp