અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આદે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે ગુજરાતની સત્તા હાંસલ કરવા માટે રાજકીય પક્ષો ચૂંટણીની રણનીતિ તૈયાર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારની એક પછી એક એમ છ યાદી જાહેર કરી દીધી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારો નક્કી કરવાની કવાયત હાથ ધરી દીધી છે. આ ચૂંટણીમાં AIMIM પણ મેદાને છે ત્યારે તેમણે 30 બેઠક પરથી ચૂંટણી લડવાનું મન બનાવિ લીધું છે. તેમણે 30 બેઠકોના નામ સત્તાવાર જાહેર કર્યા છે.
ADVERTISEMENT
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને AIMIM કોંગ્રેસ અને ભાજપ સામે મેદાને આવ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની તમામ બેઠક પર પોતાના ઉમેદવાર મેદાને ઉતારશે ત્યારે બીજી તરફ AIMIM ગુજરાતમાં દલિત અને મુસ્લિમ સમાજના વર્ચસ્વ ધરાવતી ગુજરાત વિધાનસભાની 30 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારશે.
- અબડાસા
- માંડવી
- ભુજ
- અંજાર
- ગાંધીધામ
- વડગામ
- સિદ્ધપુર
- વેજલપુર
- બાપુનગર
- દરિયાપૂર
- જમાલપુર ખાડિયા
- દાણીલીમડા
- ખંભાળિયા
- માંગરોળ
- સોમનાથ
- ગોધરા
- વાગરા
- સુરત ઈસ્ટ
- લિંબાયત
- મોડાસા
- દસાડા
- ધોરાજી
- જામનગર ગ્રામ્ય
- જૂનાગઢ
- કોડીનાર
- ઉના
- ઉમરેઠ
- પેટલાદ
- માતર
- મહુધા
5 બેઠકો પર AIMIM જાહેર કરી ચૂક્યા છે ઉમેદવાર
- જમાલપુર- સાબિર કાબલીવાલા
- દાણીલીમડા- કૌશિકાબેન પરમાર
- સુરત ઈસ્ટ બેઠક- વશિમ કુરેશી
- બાપુનગર- શાહ નવાઝ ખાન
- લીંબાયત – અબ્દુલ બશિર
ADVERTISEMENT