અમદાવાદઃ દેશભરમાં જોશીમઠની સ્થિતિને લઈને ચર્ચાઓ વેગવંતી થઈ રહી છે. ત્યારે અહીંના રસ્તાઓ અને મકાનોમાં તિરાડો પડવાની ઘટનાથી કોઈ અજાણ નથી. પહાડો અત્યારે ત્યાં ધરતીમાં સમાઈ રહ્યા હોય એમ લાગી રહ્યું છે. તેવામાં મીડિયા અહેવાલો પ્રમાણે એક ચોંકાવનારો અભ્યાસ સામે આવ્યો છે. 2 વર્ષ પહેલા એક અભ્યાસનો રિપોર્ટ સામે આવ્યો હતો. જેને ઘણી ખાનગી ન્યૂઝ ચેનલો દ્વારા ટાંકવામાં આવ્યો હતો. આ અહેવાલમાં અમદાવાદની જમીન દર વર્ષે 25 MM ધસતી હોય એવું જણાવાયું હતું.
ADVERTISEMENT
જાણો કોણ સતત આનો અભ્યાસ કરી રહ્યું છે..
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના નિષ્ણાંતો આ ઘટનાક્રમ પર સતત બાજ નજર રાખી રહ્યા છે. 25 MM દરેક વર્ષે જોવા જઈએ તો કયા વિસ્તારમાં આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એના પર પણ નજર રખાઈ રહી હોવાનું સામે આવ્યું છે. અહેવાલોમાં તો બોપલ, ઘુમાના વિસ્તારોને પણ ટાંકી અહીં જમીન 20થી 25 મીમી ધસતી હોવાનું જણાવાયું છે.
આ ઘટના પાછળના સંબંધો વિશે જાણો…
જોવાજઈએ તો જમીનમાં ભૂગર્ભ જળ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેને બહાર કાઢી લેવામાં આવે તો આ પ્રકારની સ્થિતિ સર્જાય એવું ઘણા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે. જમીનમાં તિરાડ પડવાથી લઈ ઘણા પ્રકારના નુકસાનનો દાવો અભ્યાસના તારણોમાં કરાયો છે. આનાથી લાંબાગાળે બ્રિજથી લઈ ડ્રેનેજ સિસ્ટમમાં નુકસાન પહોંચી શકે છે. જોશીમઠમાં અત્યારે સેંકડો મકાનોમાં તિરાડ પડી ગઈ હોવાથી ઘણી હાલાકીનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે.
(આ મીડિયા અહેવાલો અને કેટલાક સ્ટડી રિસર્ચ પર આધારિત માહિતી છે. ગુજરાત તક આની પુષ્ટી કરી રહ્યું નથી.)
ADVERTISEMENT