અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ચોમાસાની આ સિઝન દરમિયાન મેઘરાજા ઘણા મહેરબાન રહ્યા છે. તેવામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. વળી અમદાવાદની વાત કરીએ તો સવારથી જ અહીં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તથા SG હાઈવે, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ, મકરબા અને સરખેજ બાજુ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.
ADVERTISEMENT
ઓક્ટોબરના બીજા સપ્તાહમાં થશે થંડર સ્ટોર્મ એક્ટિવિટી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઓક્ટોબર મહિનાનાં બીજા સપ્તાહમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે. તેવામાં વલસાડ, ગીર સોમનાથ, નવસારી, પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાઈ શકે છે.
ચોમાસું વિદાય લેતા પહેલા વરસશે
રાજ્યમાં હવે ચોમાસુ આગામી સપ્તાહમાં વિદાય લે એવી આગાહી કરવામાં આવી છે. પરંતુ વિદાય લેતા પહેલા મેઘરાજા રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે દશેરા વખતે ભાવનગરમાં વરસાદ પડ્યો હતો. જ્યારે અસહ્ય ઉકળાટ પછી સાબરકાંઠા, અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ સાબરકાંઠા, પાલનપુર પંથકમાં અચાનક આજે વાતાવરણમાં પલટો આવી વરસાદ પડવા લાગ્યો હતો.
ADVERTISEMENT