બેવડી ઋતુના કારણે અમદાવાદમાં વાઈરલ ઈન્ફેક્શન કેસોમાં વધારો, શરદી-ખાંસી અને તાવના દર્દીઓ વધ્યા

અમદાવાદ: રાજ્યમાં હાલ અનુભવાઈ રહેલી બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે અમદાવાદમાં વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યમાં હાલ અનુભવાઈ રહેલી બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીના કારણે અમદાવાદમાં વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની રીતસરની લાઈનો જોવા મળી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં જ શરદી, ખાંસી અને તાવના કેસોમાં મોટો વધારો નોંધાયો છે.

સોલા સિવિલમાં કેસ નોંધાવાની બારીનો સમય વધારાયો
છેલ્લા ત્રણ વર્ષમાં પહેલીવાર અઠવાડિયામાં જ વાઈરલ ઈન્ફેક્શનના કેસોના 1391 દર્દીઓ નોંધાયા છે. છેલ્લા 3 દિવસની જ વાત કરીએ તો સોલા સિવિલની ઓપીડીમાં કેસોની સંખ્યા 1300થી વધીને 1900 સુધી પહોંચી ગયો છે. આ દર્દીઓમાં શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. બીજી તરફ બાળકોમાં પણ વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. એવામાં સોલા સિવિલમાં કેસ નોંધાવવાની બારીનો સમય પણ વધારીને 9ને બદલે સવારે 8 વાગ્યાનો કરાયો છે.

આ પણ વાંચો: તમે પણ ચેતજો… વિદેશ જવાની લાલચમાં ઊંઝાના યુવકે ગુમાવ્યા લાખો રૂપિયા, જાણો શું છે મામલો

રાજકોટમાં પણ રોગચાળો વકર્યો
રાજકોટ શહેરની વાત કરીએ તો ત્યાં પણ વાઈરલ રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે. અઠવાડિયામાં વાઈરલના 614 કેસો નોંધાઈ ચૂક્યા છે. અઠવાડિયામાં જ શરદી-ખાસીના કેસોની સંખ્યા 481ને પાર પહોંચી ગઈ છે. જ્યારે પાણી અને ખોરાકજન્ય રોગોના 83 અને તાવના 47 દર્દીઓ નોંધાયા છે. એવામાં આગામી સમયમાં આ આંકડો હજુ વધી શકે તેવો આરોગ્ય અધિકારીઓનો દાવો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp