અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ફરી એકવાર લોહીયાળ બન્યો છે. વહેલી સવારે એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર સાથે આઈસરની ટક્કર થઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. બીજી તરફ અકસ્માતને પગલે વડોદરાથી અમદાવાદ જતા રસ્તે 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
ADVERTISEMENT
ટ્રેલર પાછળ આઈસર અથડાઈ
અમદવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે સવારે પોણા સાત વાગ્યે આઈસર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં 3 લોકોના ગંભીર મોત નિપજ્યા છે. આઈસરની આગળના કેબિનના ભાગનો બુકડો બોલી ગતો હતો. જેમાંથી ખેંચી-ખેંચીને ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયા હાઈવે પર વાહનોની કતાર લાગી ગઈ હતી.
અઠવાડિયામાં અકસ્માતની બીજી ઘટના
નોંધનીય અઠવાડિયામાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માતની આ બીજી ઘટના ઘટી છે. ગત 6 ફેબ્રુઆરીએ વડોદરાથી ડાકોર જતા ત્રણ યુવકોના ઈકો કાર ટ્રેલરમાં ઘુસી જતા મોત નિપજ્યા હતા. આણંદ પાસે ઊભેલા ટ્રેકમાં પૂરપાટ ઝડપે આવતી કાર ઘડાકાભેર અથડાઈ હતી. અને કારમાં સવાર ત્રણેય યુવકોના મોત નિપજ્યા હતા.
(વિથ ઈનપુટ: હેતાલી શાહ)
ADVERTISEMENT