અમદાવાદઃ ગુરૂ અને શિષ્ય વચ્ચેના સંબંધોને સૌથી પવિત્ર ગણવામાં આવે છે. તેવામાં અમદાવાદ મેમનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં વ્યાયામનાં શિક્ષકે સતત 9મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગણીઓ કરી હતી. જેની ચેટ વાઈરલ થઈ જતા વાલીઓમાં રોષ ફેલાઈ ગયો છે. તેમણે શાળાને પણ ફરિયાદ કરી હતી પરંતુ યોગ્ય પલગાં ન ભરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. જોકે ત્યારપછી શાળાએ હવે કમિટી બનાવીને યોગ્ય તપાસ હાથ ધરવા ફરજ પડી છે.
ADVERTISEMENT
શિક્ષકે સામાન્ય વાતચીત પછી કરી અભદ્ર માંગણી
શાળાઓ શરૂ થતા રવિરાજસિંહ ચૌહાણે (વ્યાયામના શિક્ષક) 9મા ધોરણની વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગણીઓ કરી હતી. જેમાં તેમણે શરૂઆતમાં તો સામાન્ય મિત્રની જેમ વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ ત્યારપછી અચાનક તેમની વાત કરવાનો અંદાજ બદલાઈ ગયો અને તેઓ સતત ખરાબ માગણી કરવા લાગ્યા હતા.
શિક્ષકે વિદ્યાર્થીનીને કહ્યું કે હું તને પ્રેમ કરું છું. મારે તારી જરૂર છે. જ્યારે આવી પ્રતિક્રિયા જોયા પછી વિદ્યાર્થીની હેબતાઈ ગઈ હતી. જોકે ત્યારપછી શિક્ષકે પૂછ્યું કે તને કોઈએ પ્રપોઝ કરી છે. તો એનો જવાબ આપતા તેમણે કહ્યું કે હા ઘણા આવ્યા છે. પરંતુ મારે આ બધામાં પડવું જ નથી.
સાહેબ દ્વારા વિદ્યાર્થીનીના હોટ ફોટોઝની માગણી કરાઈ
આ મામલે વિદ્યાર્થીનીએ મોટો ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે શિક્ષક અવારનવાર તેની તસવીરો માગતા હતા. તેમણે કહ્યું કે મને તારા હોટ ફોટોઝ મોકલ, આપણે એકલા બહાર ફરવા જઈએ તથા આઈ લવ યૂ જેવા મેસેજ કર્યા હતા. જોકે આની ફરિયાદ વિદ્યાર્થીનીએ પ્રિન્સિપાલ મેડમને કરી હતી. પરંતુ શિક્ષક સામે કોઈ ગંભીર પગલાં નહોતા લેવાયા અને વોર્નિંગ આપી છોડી દેવાયા હતા.
આ શિક્ષકને એવો ઢોર માર મારો કે તેને ગંભરીતા સમજાય- વિદ્યાર્થી
વિદ્યાર્થીનીના વાલીએ જણાવ્યું હતું કે છેલ્લા 2થી 3 મહિનાથી આ શિક્ષક મારી દીકરીને હેરાન કરી રહ્યો છે. તેના બિભત્સ મેસેજના કારણે અમે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પ્રિન્સિપલને પણ અમે આ અંગે જાણ કરી પરંતુ કોઈ યોગ્ય પગલાં લેવાયા નહોતા. જોકે સ્કૂલના મેનેજરે કહ્યું કે અમને અગાઉ 2-3 છોકરીઓ દ્વારા ફરિયાદ કરાઈ હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમણે મેસેજ કર્યા હતા. જોકે આ અંગે એક કમિટી બનાવવામાં આવી છે અને તેમની સામે કાયદાકીય પગલાં લેવાની ખાતરી આપી છે.
ADVERTISEMENT