અમદાવાદ: શહેરના ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર સ્કૂલમાં ધો.9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક સ્કૂલમાંથી ગુમ થઈ જતા હોબાળો મચી ગયો. છેલ્લા 24 કલાકથી વધુ સમયથી ગુમ માનવા નામનો વિદ્યાર્થી ગુમ થતા માતા-પિતાએ સ્કૂલને જવાબદારી ગણાવી હોબાળો કર્યો છે. બીજા દિવસે પણ દીકરો ન મળતા પરિવાર સ્કૂલે પહોંચ્યો અને હોબાળો કર્યો હતો જે બાદ સ્કૂલ મેનેજમેન્ટ દોડતું થઈ ગયું હતું. સ્કૂલ દ્વારા યોગ્ય જવાબ ન મળતો હોવાના આક્ષેપ સાથે પરિવારે પોલીસ ફરિયાદ કરવા અંગે જણાવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર ભિલોડાની યુવતીનું અમદાવાદથી પિતાએ કર્યું અપહરણ
‘મારો છોકરો જે રીતે સ્કૂલમાં આવ્યો તે રીતે મને પાછો જોઈએ’
સમગ્ર બનાવ અંગે વિદ્યાર્થીના માતાએ જણાવ્યું કે, મારો છોકરો જે રીતે તમારી સ્કૂલમાં આવ્યો હતો, તે જ રીતે મને પાછો જોઈએ. સ્કૂલ કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. કાલે આખો દિવસ અને આખી રાત અમે તેની શોધખોળ કરી હજુ સુધી તેની કોઈ ભાળી નથી મળી. આમ સમગ્ર મામલે વાલી સ્કૂલની બેદરકારી હોવાનું જણાવી રહ્યા છે.
માનવ પાસે અન્ય વિદ્યાર્થીની સ્વાધ્યાયપોથી મળી હતી
જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલનું કહેવું છે કે, ધોરણ 9ના વિદ્યાર્થી માનવ પાસેથી અન્ય વિદ્યાર્થીની સ્વાધ્યાયપોથી મળી આવી હતી. જેમાં વ્હાઈટનરથી ચેક-ચાક કરેલું હતું. આથી વિદ્યાર્થીના વાલીને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા. આથી વિદ્યાર્થી વાલીના ઠપકાની બીકે સ્કૂલમાંથી ચાલ્યો ગયો છે.
આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ મંત્રી અને BJPના ધારાસભ્ય સામે આબુમાં સગીરાની છેડતીની ફરિયાદ નોંધાઈ
સ્કૂલના સીસીટીવીમાં દોડીને બહાર જતા દેખાયો વિદ્યાર્થી
બીજી તરફ વિદ્યાર્થી ગુમ થઈ જતા પોલીસ પણ સ્કૂલમાં દોડી આવી હતી. હાલમાં તેમણે વાલી અને સ્કૂલના પ્રિન્સિપાલની પૂછપરછ કરી છે. ત્યારે સ્કૂલના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં વિદ્યાર્થી માનવ પહેલા એક બાંકડા પર બેઠેલો છે અને ત્યારબાદ દોડીને ગેટથી બહાર જતા દેખાય છે.
ADVERTISEMENT