અમદાવાદમાં લગ્નમાં જમવા બાબતે બોલાચાલી થતા દુલ્હાને દોડાવી-દોડાવીને તલવાર-છરાથી રહેંસી નાખ્યો

અમદાવાદ: શહેરના કાલુપુર વિસ્તારમાં ભર બપોરે યુવક પર તલવાર અને છરીથી હુમલો કરીને હત્યા કરી નાખવામાં આવી. લગ્નના જમણવારમાં થયેલી સામાન્ય તકરારને પગલે યુવકને માર્કેટમાં…

gujarattak
follow google news

અમદાવાદ: શહેરના કાલુપુર વિસ્તારમાં ભર બપોરે યુવક પર તલવાર અને છરીથી હુમલો કરીને હત્યા કરી નાખવામાં આવી. લગ્નના જમણવારમાં થયેલી સામાન્ય તકરારને પગલે યુવકને માર્કેટમાં આ રીતે રહેંસી નાખતા ચકચાર મચી જવા પામી છે. ક્રૂરતા પૂર્વક હત્યાના બનાવની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

લગ્નમાં જમણવારમાં થઈ હતી તકરાર
કાલુપુર પોલીસ સ્ટેશનમાં મૃતકના ભાઈએ લખાવેલી ફરિયાદ મુજબ, ગત 3 ફેબ્રુઆરીના રોજ મૃતક સાબાનહુસૈનની લગ્ન હતા. જેમાં બંને આરોપીઓ પણ આવ્યા હતા. દરમિયાન લગ્નના જમણવારમાં તેમને લાઈનમાં આવીને જમવાનું લેવા કહેતા તકરાર થઈ હતી અને બોલાચાલી થઈ હતી. આ વાતની અદાવત રાખીને મૃતક પર હુમલો કરવામાં આવ્યો હતો. મૃતક યુવક જ્યારે પોતાના માસીના બે દીકરાઓ સાથે સંબંધીને હોસ્પિટલમાં એડમિટ કર્યા હોવાથી રીક્ષામાં ત્યાં જઈ રહ્યો હતો. દરમિયાન આરોપીઓ તેમનો પીછો કરીને પોતાના સાગરીત સાથે રીક્ષામાં આવ્યા અને ઓવરટેક કરીને ઊભા રાખવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: ‘મેં માતા મૂકી છે’, ગાંધીનગરમાં વેચેલી ભેંસના પૈસા માગતા પરિવારને ડરાવીને ભુવાએ રૂ.62 હજાર પડાવ્યા

દોડાવી-દોડાવીને કરી યુવકની હત્યા
કાલુપુર ખાતે ટ્રાફિક હોઈ બંનેભાઈ રીક્ષા મૂકીને ભાગ્યા હતા. જ્યારે સાબાન હુસૈનને પગમાં તલવાર અને સળિયો વાગ્યો હતો. દોડતા દોડતા તે પડી જતા બંને આરોપીઓએ તેના પર હુમલો કરી દીધો હતો. જેમાં તે સિંધી માર્કેટની ગલીમાં જીવ બચાવવા માટે દોડીને જાય છે, જોકે બંને આરોપી પીછો કરીને ત્યાં જાય છે અને તલવાર તથા છરીના ઘા મારીને જાહેરમાં જ તેને રહેંસી નાખે છે. યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp