અમદાવાદ: અમદાવાદના કરોડપતિ ઉદ્યોગપતિઓમાં ગણના પામતા એક બિઝનેસમેન સાથે વર્ચ્યૂઅલ સેક્સ કરવાના વીડિયો કોલથી પોણા 3 કરોડનો તોડ થવાના પ્રકરણમાં એક શખ્સની ધરપકડ થઈ છે. જંગી રકમનો તોડ કરવા આ ટોળકીઓ તે ઉદ્યોગપતિ સામે તેમના જ વર્ચ્યૂઅલ સેક્સના વીડિયોનો ઉપયોગ કરી રહી છે. પરંતુ સિનિયર સિટીઝન જેટલી ઉંમર ધરાવતા આ બિઝનેસમેને પહેલા તો તેમની વાતો માનીને 3 કરોડ આપી પણ દીધા છે પરંતુ હવે તેઓ આ ગેંગથી કંટાળ્યા છે અને પોલીસ ફરિયાદ કરી છે. તેમની ફરિયાદ આધારે કાર્યવાહી કરીને સાયબર પોલીસે રાજસ્થાનના તાલિમ ખાન નામના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આ સાથે જ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાનડની માગણી કરવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ તેની સાથે અન્ય આરોપીઓ કોણ કોણ સંડોવાયેલા છે તથા તોડ કરેલી રકમની રિકવરીથી માંડી ઘણી બાબતોની તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
આ તે કેવો હરખ.. છૂટાછેડાને 1 વર્ષ પૂરું થતાં ગીરગઢડાના યુવાને ગામલોકોને પેંડા વહેંચ્યા
શું છે આખી ઘટના
અમદાવાદના ધનીક વિસ્તારોમાં આવતા નવરંગપુરા વિસ્તારમાં રહેતા 68 વર્ષની ઉંમર ધરાવતા આ ઉદ્યોગપતિને ગત આઠમી ઓગસ્ટ 2022ની રાત્રે એટલે કે ફ્રેન્ડશીપ ડેના બીજા જ દિવસની રાત્રે વ્હોટસએપ પર મેસેજ આવ્યો હતો. જેમાં એક યુવતી દ્વારા મેસેજ કરવામાં આવ્યો હતો. તેમણે તે મેસેજનો રિપ્લાય આપ્યો ત્યાંથી કહાની શરૂ થઈ. યુવતીએ પોતે મોરબીની હોવાનું કહ્યું અને પછી કહ્યું કે વીડિયો કોલ કરીએ. પછી વીડિયો કોલ આવતા યુવતીએ ઉદ્યોગપતિને કહ્યું કે વર્ચ્યૂઅલ સેક્સ કરીએ અને પોતાના કપડા કાઢી દીધા. જોકે ઉદ્યોગપતિએ તેવું કરવાની ના પાડી, પણ યુવતીએ ભોળી વાતોથી તેમને ભોળવી નાખ્યા. આ કોલ એકાદ મીનિટ સુધી ચાલ્યો પરંતુ પછી તે કોલ કટ થઈ ગયો હતો. જે પછી તેમને આ જ વીડિયો કોલના રેકોર્ડિંગને લઈને બ્લેકમેઈલ કરવામાં આવવા લાગ્યા.
પંચાયત મંત્રી બચુ ખાબડ આવ્યા એક્શનમાં, રાજ્યના તમામ DDO સાથે ઘડ્યો આ પ્લાન
પરિવાર આખી વાતથી અજાણ અને રૂપિયા ખંખેરાતા ગયા
આ ઉદ્યોગપતિ કરોડોનું ટર્નઓવર કરતી કંપનનીના માલિક છે અને પોતાની પત્ની સાથે નવરંગપુરામાં રહે છે. આટલા અનુભવી ધંધાદારી અને છતા તેઓ આ જાળમાં ફસાઈ ગયા હતા. આ ટોળકી તેમની પાસેથી ક્યારેક પોલીસ ઈન્સપેક્ટરના નામેથી, ક્યારેક સીબીઆઈ તો ક્યારેક સાયબર ક્રાઈમના અધિકારીની ઓળખ આપીને સતત રૂપિયા પડાવવા લાગી હતી. તેમણે અત્યાર સુધી અંદાજીત 2.68 કરોડ જેટલી જંગી રકમ તેમને ચુકવી દીધી હોવા છતા રૂપિયાની માગણી સતત વધી રહી હતી. પરિવાર તો આ આખી વાતથી સાવ અજાણ હતો. હવે તેમણે ગેંગની માગણીઓથી કંટાળીને પોલીસ ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઈમ દ્વારા આ ઘટનામાં ફરિયાદ નોંધી હવે તે શખ્સો અને તે ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા અને તે દરમિયાનમાં પોલીસને સફળતા મળી અને તોફિક નામના 22 વર્ષના તાલિમ ખાન નામના શખ્સની પોલીસે ભરતપુર રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT