અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જો ટક્કર આપી શકે એમ કોઈ પાર્ટી હોય તો એ કોંગ્રેસ છે. જોકે આમ આદમી પાર્ટીના આગમન પછી આ બાજી પલટાઈ ગઈ અને અત્યારે રાજ્યમાં AAPની બોલબાલા વધુ જોવા મળી રહી છે. તો બીજી બાજુ ચૂંટણી પહેલાં અમદાવાદ શહેર કોંગ્રેસ કમિટિને મોટો ફટકો વાગ્યો છે. અહીં નવા ઉપપ્રમુખોની યાદી જેવી બહાર પડી કે પાર્ટીમાં અસંતોષ ફેલાઈ ગયો હતો. જેના પરિણામે એકપછી એક રાજીનામા પડવાનું શરૂ થઈ ગયું હતું. કોંગ્રેસના મહામંત્રી, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ પોતાના રાજીનામ ધરી દીધા છે.
ADVERTISEMENT
અમદાવાદ શહેર કોંગ્રેસની ચિંતામાં વધારો!
વિધાનસભા ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસ શહેર કમિટિને મોટો ફટકો પડ્યો છે. શહેરના નવા ઉપપ્રમુખોની યાદી બહાર આવતા કોંગ્રેસમાં ભડકો થઈ ગયો છે. નોંધનીય છે કે મંહામંત્રી મોહમ્મદજીલાની શેખ, મંત્રી ઐયુબખાન પઠાણ, ઉપપ્રમુખ દિપકભાઈ પરમાર સહિતના ઉચ્ચ હોદ્દેદારોએ જગદીશ ઠાકોર અને નીરવ બક્ષીને રાજીનામું સોંપી દીધું છે.
અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નહીં લડે
રાજસ્થાનમાં રાજકીય ભૂકંપ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુરુવારે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ 1.30 કલાક સુધી ચાલી હતી. જોકે ત્યારપછી અશોક ગેહલોતે જાહેરાત કરી દીધી કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી લડશે નહીં. એટલું જ નહીં તેમણે વધુમાં કહ્યું કે રાજસ્થાનમાં જે કંઈપણ થયું છે તેના માટે મને ઘણુ દુઃખ છે. મને આઘાત લાગ્યો છે. આ મુદ્દે ગેહલોતે સોનિયા ગાંધી પાસે માફી પણ માગી લીધી છે. જોકે રાજસ્થાનમાં આવેલા રાજકીય ભૂકંપ વચ્ચે દિગ્વિજયસિંહે જાહેરાત કરી દીધી છે કે તેઓ અધ્યક્ષ પદની ચૂંટણી લડશે. તેમણે ગુરૂવારે નોમિનેશન ફોર્મ ભરી લીધું છે. જે કાલે ભરી શકે છે.
ADVERTISEMENT